મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને અમેરિકન ટેક કંપની ફેસબુક મળીને એક નવી એપ લોન્ચ કરી શકે છે. રિપોર્ટ મુજબ ફેસબુક અને રિલાયન્સ એક એવી એપ ડેવલપ કરવાની તૈયારીમાં છે જેનાથી અનેક કામ થઈ શકે.
ચીની એપ We Chatના બેઝ પર આ એપને તૈયાર કરવામાં આવી રહી છે . આ એપ મેસેજની સાથે અનેક સર્વિસ આપશે. રિપોર્ટ મુજબ ફેસબુક તથા રિલાયન્સના આ એપમાં મેસેજીંગ ઉપરાંત ગ્રોસરી શોપિંગ, રિચાર્જ તથા પેમેન્ટ જેવી સર્વિસ આપવામાં આવી શકે છે. આ એપમાં ગેમિંગ, હોટેલ બુકિંગ અને સોશિયલ મીડિયાની સુવિધા પણ આપવામાં આવશે. ભારતમાં WhatsApp અને Facebookના ઘણા યુઝર્સ છે . તેનો ફાયદો આ એપને મળી શકે છે.
ફેસબુક ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા, ઈન્સ્ટૈન્ટ મેસેજીંગ ફ્રન્ટ પર આ એપમાં યુઝર્સને સુવિધા મળશે. આ પ્રકારની એપ ચીનમાં છે WeChat. જેમાં મેસેજીંગ, શોપિંગથી લઈ પેમેન્ટ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સોશિયલ મીડિયા કંપની ફેસબુક જિયોમાં રોકાણ કરવાની છે . 10 ટકા સ્ટેક્સ ખરીદવાની છે . જોકે બેમાંથી એક પણ કંપનીએ તેની સત્તાવાર જાહેરાત નથી કરી.