કોરોના સંક્રમણથી બચવા તમે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો અને Paytmનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે. Paytm ફાઉન્ડરે ચેતવણી જાહેર કરતાં રહ્યું છે કે ગ્રાહકોથી રૂપિયા બમણા લેવા જેવી ખોટી ઓફર્સથી એલર્ટ રહો તે જરૂરી છે.તેઓએ ટ્વિટર પર પોસ્ટ લખીને ગ્રાહકોને સ્કેમથી બચવાની અપીલ કરી છે.
હાલમાં જ એક યૂઝર Paytm ફ્રોડનો શિકાર બન્યા હતા. Paytm ફાઉન્ડરે તેમની સાથેના ફ્રોડનો જવાબ આપ્યો હતો. પોસ્ટમાં શર્માએ યૂઝર્સને એક નવા સ્કેમને વિશે જણાવ્યું હતું. તેમાં ન યૂઝર્સને પૈસા ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવે છે. પોતાની પોસ્ટમાં શર્માએ એક સ્ક્રીન શોટ શેર કર્યો છે. જે એક ફ્રોડનો શિકાર બનેલા યૂઝરે મોકલ્યો હતો.
શર્માએ ટ્વિટર પર જે સ્ક્રીન શોટ શેર કર્યો તેનાથી ખ્યાલ આવે છે કે ટેલિગ્રામના એક ગ્રૂપની મદદથી યૂઝર્સ પાસેથી રૂપિયા Paytm કરવાનું કહેવામાં આવે છે. યુઝર્સને ફસાવી દેવામાં આવે છે અને જેટલા રૂપિયા તેઓ Paytmથી મોકલે છે તેના ડબલ રૂપિયા તેમને પરત આપવાનું કહેામાં આવે છે.
Paytm કે કેવાયસીના નામે આ લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. કોલ પર થઈ રહેલા ઓનલાઈન વેરિફિકેશનના સમયે ઠગે મોબાઈલ પર લિંક મોકલી. તેની પર ક્લિક કરતાં જ 17 હજાર રૂપિયા કપાઈ ગયા હતા. આ પહેલાં ગયા વર્ષે નવેમ્બરમાં પણ Paytmથી લોકોને લૂંટવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે પણ Paytm ફાઉન્ડરે લોકોને Paytm સાથે જોડાયેલા ખોટા કોલ, એસએમએસની સાથે એલર્ટ રહેવાની સલાહ આપી હતી