ઈન્સ્ટાગ્રામ એ વિશ્વની એક પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન છે. યૂઝર્સ આ એપનો ઉપયોગ પોતાના ફોટો શેર કરવા, 1 કે 2 મિનિટના શોર્ટ વીડિયો બનાવવા અને સ્ટોરી શેર કરવા માટે કરે છે. આ એપ દ્વારા તમે મેસેજના માધ્યમથી પણ એકબીજા સાથે જોડાયેલા રહી શકો છો. હાલ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ યુઝર્સની સંખ્યા એક અબજથી વધુ છે. આ એપમાં યૂઝર્સને એકાઉન્ટ વેરિફિકેશનની સુવિધા મળે છે. આ વેરિફિકેશનને પૂર્ણ કરીને તમે ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક મેળવી શકો છો. બ્લૂ ટિક મેળવવા માટે યુઝરે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે અનેક પગલાઓમાંથી પસાર થવું પડશે. અહીં તમને વેરિફિકેશન પ્રક્રિયા સાથે સંબંધિત પગલાંઓ વિશે માહિતગાર કરીએ.
ઈન્સ્ટાગ્રામ પર વેરિફિકેશન માટે કેવી રીતે અરજી કરવી?
સ્ટેપ-1: તમારા એકાઉન્ટમાં લોગિન કરો અને પ્રોફાઈલ પેજ પર જાઓ. ત્યારબાદ ઉપર જમણી બાજુ ડ્રોપ-ડાઉન મેનૂ ખોલો.
સ્ટેપ-2: મેનુ ખોલ્યા બાદ એકાઉન્ટ પર ટેપ કરો અને પછી રિક્વેસ્ટ વેરિફિકેશન પર ક્લિક કરો.
સ્ટેપ-3: ડાબી બાજુએ માંગેલી તમામ માહિતી ભરો. બધા વિકલ્પો ભરો અને ભર્યા પછી સેન્ડ પર ક્લિક કરો.
સ્ટેપ-4: જો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમારું આખું નામ વાપરવા માગો છો, તો તમારે આખું નામ લખવું પડશે. જો તમારું એકાઉન્ટ બિઝનેસ એકાઉન્ટ છે તો તમારે ઓનરનું પૂરું નામ official identification સાથે ટાઇપ કરવાનું રહેશે. જો તમે પર્સનલ એકાઉન્ટ મેન્ટેન કરી રહ્યા છો તો તમે નિકનેમનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ બિઝનેસ એકાઉન્ટ માટે તમારે કંપનીનું નામ ટાઈપ કરવાનું રહેશે.
સ્ટેપ-5: આ પછી તમારે આઈડીનો ફોટો અપલોડ કરવો પડશે. ફાઈલને અપલોડ કરવા માટે અપલોડ વિકલ્પ પસંદ કરવો પડશે. અપલોડ કર્યા પછી સેન્ડ પર ક્લિક કરો.
આ રીતે જો તમે વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરો છો તો તમારે ઈન્સ્ટાગ્રામના રિસ્પોન્સની રાહ જોવી પડશે. જો તમારું વેરિફિકેશન રિજેક્ટ કરવામાં આવે તો તમે 30 દિવસ પછી ફરીથી વેરિફિકેશન માટે અરજી કરી શકો છો.