આખા દેશમાં અત્યારે ફક્ત એક જ વસ્તુ દેખાય રહી છે, એ છે કોરોના વાયરસનો કહેર,કોરોના વાયરસની દહેશત દેશ જ નહિં પરંતુ દુનિયામાં ફેલાઇ રહી છે. જેને કારણે 14 એપ્રિલ સુધી આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે,જેના કારણે લોકો ઘરમાં રહીને પરિજનો સાથે સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન લોકો સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહેવા લાગ્યા છે. એક-બીજાથી જોડાવવા માટે અલગ-અલગ ઓપ્શન શોધી રહ્યા છે.
પરંતુ શું તમે જાણો છો આ લોકોડાઉનના સમયમાં કઇ એપનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, અથવા કોઇ એપ સૌથી પોપ્યુલર છે, એ છે ઝૂમ એપ,આ એપ અત્યારે ઘણી પોપ્યુલર થઇ છે.
મીડિયા રિપોર્ટ મુજબ હાલ ઝૂમ એપ ઇન્ડિયામાં સૌથી વધુ વખત ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે. જી હાં, આ મામલે Zoom એપ એ દિગ્ગજ સોશિયલ મીડિયા એપ વોટ્સએપ અને યુવાનો વચ્ચે પોપ્યુલર ટિકટોકને પણ પછાડી દીધી છે.
શું છે Zoom App?
આપણે જણાવી દઈએ કે સિલિકોન વેલી બેસ્ડ એક સ્ટાર્ટઅપ દ્વારા બનાવવામાં આવેલ આ એપ વીડિયો કોન્ફ્રેંસિંગ એપ છે. જેમાં એક ટાઇમ પર 50 લોકો જોડાઈ શકે છે. માહિતી મુજબ હાલ માત્ર Zoom એપ છે જેના પર એક સમય વીડિયો કોન્ફરન્સ દરમિયાન એક સાથે 10થી વધુ લોકો એડ થઈ શકે છે. આ જ કારણ છે કે ‘વર્ક ફ્રોમ હોમ’ના કારણે બિઝનેસ પ્રોફેશનલ વચ્ચે આ એપ રાતોરાત પોપ્યુલર થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ અત્યાર સુધી આ એપને 100 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે અને હાલ પણ નંબર સતત વધી રહ્યા છે.