જો તમે એવા રિચાર્જ પેકને શોધી રહ્યા છો જે તમારા ડેટાની જરૂરિયાત પૂર્ણ કરી શકે. તો તમારે પ્રથમ એ વસ્તુ જાણવાની જરૂર છે તે કેવા પ્રકારનું છે અને તમારી જરૂરીયાત કેટલી છે. તમે કેટલો ઇન્ટરનેટ યૂઝ કરો છો તેના પર નિર્ભર છે. તમારે રિચાર્જ પેક્સ વિશે જાણવું જોઈએ જે તમારી જરૂરિયાત મુજબનું હોય. રિચાર્જ પ્લાન ત્રણ પ્રકારના હોય છે. અલગ અલગ કેટેગરીના યૂઝર્સની જરૂરીયાત અનુસાર બનાવવામાં આવ્યા છે.
પ્રથમ કેટેગરી ખુબ ઓછો ઇન્ટરનેટ યૂઝર્સ એટલે કે જેઓ ખૂબ ઓછા ડેટાનો ઉપયોગ કરે છે. ઓછા ડેટા માટે ખાસ કરીને આ યૂઝર્સ રિચાર્જ કરાવી શકે છે.ઓનલાઈન હેવી ગેમ, લાઇવ સ્ટ્રીમિંગ અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર મૂવી જોવાથી ડેટાનો વધારે વપરાશ થાય છે.
જો તમે આ કેટેગરીના યૂઝર્સ છો, તો પછી દરરોજ 1 જીબી ડેટા પેક વાપરી શકાય છે તમે ઇમેઇલ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને અન્ય ઘણી વસ્તુઓ કરી શકો છો. તે નોંધવું યોગ્ય છે કે 1 જીબી ડેટા પેક્સની કિંમત સામાન્ય રીતે 100થી 200 રૂપિયા હોય છે.ત્યારબાદ કેટલાક એવા પ્લાન છે જે સરેરાશ ડેટા વપરાશ કરનારાયૂઝર્સ માટે રચાયેલ છે. આમાં તમે થોડો વધારે ડેટા વાપરી શકો છો. સરેરાશ ડેટા વપરાશ વધ્યો.
નોકિયાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં ડેટા પ્લાન સસ્તા હોવાથી સરેરાશ ડેટા વપરાશ વધ્યો છે. દેશમાં 2019માં ભારતમાં 4 જી નેટવર્ક પછી એકંદરે ડેટા ટ્રાફિકમાં 47 ટકાનો વધારો થયો છે. જો તમે પણ આ કેટેગરીના વપરાશકર્તા છો, તો પછી દરરોજ 1.5 જીબી અથવા 2 જીબી ડેટા પસંદ કરી શકો છો.
2 GB ડેટા પેક સાથે તમે દરરોજ 80 મિનિટ બ્રાઉઝિંગ સાથે મૂવીઝ પણ જોઈ શકો છો. આ પેક્સની કિંમત 200થી 3000 રૂપિયા છે. આમાં માસિક અને વાર્ષિક પેક્સ શામેલ છે અંતે, ભારે મોબાઇલ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ, એટલે કે જેઓ ઘણા બધા ડેટાનો ઉપયોગ કરે છે.
આવા ઇન્ટરનેટ યૂઝર્સ દરરોજ 3 GBથી 4 GB સુધીના ડેટાના રિચાર્જ પેક પસંદ કરી શકે છે. આ સિવાય આવા યૂઝર્સ Wi-Fi નો ઉપયોગ પણ કરી શકે છે. જો કે, આ પ્લાન થોડા ખર્ચાળ છે અને તમારે તમારા ખિસ્સામાંથી થોડો વધારે પૈસા ખર્ચ કરવો પડશે. આ પ્લાનને લાંબા ગાળાનો પ્લાન કહેવામાં આવે છે.