દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે એક મહત્વનો નિર્ણય લીધો છે અને કંપનીના બે મોટા મોડલની કાર પાછી મંગાવી લીધી છે. વેગન-આર અને બલેનોના 1 લાખ 34 હજાર કાર પાછી મંગાવી છે. 5 નવેમ્બર 2018થી 15 ઓકેટોબર 2019 સુધી ખરીદાયેલી દરેક ગાડીને પાછી લાવવા આદેશ કરાયો છે.
કંપનીએ કહ્યું કે એન્જીનમાં ખામી હોવાની સંભાવનાને કારણે વેગન-આર અને બલેનો પાછા મંગાવી લેવામાં આવ્યા છે. જે નિશુલ્ક બદલી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અધિકૃત ડીલરો દ્વારા વાહનોના માલિકોનો સંપર્ક કરવામાં આવશે.
ગ્રાહકો કંપનીની વેબસાઇટ marutisuzuki.com ની મુલાકાત લઈને આ સિસ્ટમાં તેમની કાર સામેલ છે કે કેમ તે પણ ચકાસી શકે છે. આ માટે, કંપનીની વેબસાઇટ પર આપેલા ‘Important Customer Info’ને ક્લિક કરો. અહીં, વેગનઆરના રિકોલ વિશે માહિતી આપવામાં આવી છે, તેના પર ક્લિક કર્યા પછી, એક પેજ ખુલશે અને ‘અહીં ક્લિક કરો’ વિકલ્પ તેની નીચે મળશે. ત્યાં ક્લિક કરવા પર, એક બોક્સ ખુલશે, જેમાં તમને ચેસિસ નંબર દાખલ કરવાની માહિતી મળશે. જેના ઉપરથી તમને તમારી કારની જાણકારી મળી જશે.
ઘણીવાર તમારી કારમાં તકલીફ આવે છે ત્યારે તમે જાતે જ સર્વિસ કરાવી લેતા હોવ છો અથવા તો ગાડીને રિપેરીંગ સેન્ટર લઇ જઇને જાતે જ સુધરાવી લેતા હોવ છો પરંતુ આ વખતે કંપનીએ જાતે જ પોતાની ભૂલ સુધારવા માટે પહેલ કરી છે.