મારુતિ સુઝુકી બ્રેઝા ખૂબ જ લોકપ્રિય બની છે. તેને વિશ્વસનીય એસયુવી તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે બ્રેઝાનું વેચાણ શાનદાર છે. તે દેશની સૌથી વધુ વેચાતી એસયુવીમાંથી એક છે. આટલું જ નહીં, મારુતિ બ્રેઝા જુલાઈ (2023) મહિનામાં સૌથી વધુ વેચાતી SUV રહી છે. તેણે ટાટા નેક્સન, પંચ અને હ્યુન્ડાઈ ક્રેટા જેવી અન્ય લોકપ્રિય એસયુવીને માત આપી હતી. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે લગભગ 70% નો વધારો નોંધાયો છે. આ સાથે, જુલાઈ 2023 માં, તેણે સૌથી વધુ વેચાતી SUVનું બિરુદ મેળવ્યું.
જુલાઈ 2023માં મારુતિ બ્રેઝાના 16,543 યુનિટ્સ વેચાયા છે, જ્યારે ગયા વર્ષના જુલાઈ મહિનાની સરખામણી કરીએ તો માત્ર 9709 યુનિટ્સ વેચાયા હતા. આવી સ્થિતિમાં તેના વેચાણમાં 70%નો વધારો થયો છે. જો દેશમાં વેચાયેલી તમામ કારની વાત કરીએ તો તે જુલાઈ મહિનામાં ત્રીજા નંબર પર રહી છે. આના ઉપર માત્ર મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને મારુતિ સુઝુકી બલેનોનું વેચાણ થયું છે, જેણે અનુક્રમે 17,896 અને 16,725 યુનિટ વેચ્યા છે.
બેસ્ટ-સેલિંગ ટોપ-5 SUV (જુલાઈ 2023)
મારુતિ બ્રેઝા – 16,543 યુનિટ્સ વેચાયા
હ્યુન્ડાઈ ક્રેટા – 14,062 યુનિટ્સ વેચાયા
મારુતિ ફ્રૉન્ક્સ – 13,220 યુનિટ્સ વેચાયા
Tata Nexon – 12,349 યુનિટ્સ વેચાયા
ટાટા પંચ – 12,019 યુનિટ વેચાયા
મારુતિ બ્રેઝા વિશે
Brezza 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જેની સાથે CNG ફ્યુઅલનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. પેટ્રોલ પર આ એન્જિન 101 PS અને 136 Nm જ્યારે CNG પર તે 88 PS અને 121.5 Nm જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન (ફક્ત પેટ્રોલ)નો વિકલ્પ મળે છે.
બ્રેઝાની કિંમત 8.29 લાખ રૂપિયાથી 14.14 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) વચ્ચે છે. તે 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હેડ-અપ ડિસ્પ્લે, 360-ડિગ્રી કેમેરા, સનરૂફ, 4 સ્પીકર્સ, પેડલ શિફ્ટર્સ (ઓટોમેટિક વેરિઅન્ટ), વાયરલેસ ફોન ચાર્જર અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવી સુવિધાઓ મેળવે છે.