તાજેતરમાં ફેસબુકે રિલાયન્સમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. ફેસબુક અને રિલાયન્સ વચ્ચેની આ ડીલ અંતર્ગત વ્હોટ્સએપ અને રિલાયન્સ જિયો વચ્ચે કોમર્શિયલ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યો છે. આ ખરેખર ઓનલાઇન વેન્ચર JioMart માટે છે.
રિપોર્ટ અનુસાર, JioMart હવે ટ્રાયલ બેસિસ પર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ રિલાયન્સ રિટેલનું ઇ-કોમર્સ વેન્ચર હશે અને શરૂઆતમાં તેને મુંબઈથી શરૂ કરવામાં આવી રહ્યું છે.
કોરોના વાયરસ આઉટબ્રેકના કારણે અત્યારે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં રિલાયન્સના જિયો માર્ટને ફાયદો મળશે. એટલું જ નહીં, જિઓમાર્ટ એક વોટ્સએપ આધારિત ઓનલાઇન પોર્ટલ છે તો તેથી રિલાયન્સને વોટ્સએપના યુઝર બેઝનો ફાયદો મળી રહ્યો છે.વ્હોટ્સએપના ભારતમાં 400 મિલિયન વપરાશકારો છે અને લોકડાઉન દરમ્યાન આ સોદો ફાઇનલ થઈ ગયો હતો અને હજી પણ તે શરૂ કરવામાં આવી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ તેના પાયલોટ રન બીજા રાજ્યોમાં પણ શરૂ કરી શકે છે અને જિયો માર્ટને આગળ વધારવામાં વોટ્સએપ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.JioMartનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને સૌથી પહેલા તેમના મોબાઇલ પર 8850008000 નંબર સેવ કરવો પડશે. જિયો માર્ટના ગ્રાહકોને એક લિંક અપાશે અને ત્યાંથી ઓર્ડર આપી શકશે.
રિલાયન્સ તેને દેશની નવી દુકાન કહી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ અંતર્ગત કંપનીએ તેના પ્લેટફોર્મ પર લાખો કરિયાણાની દુકાનોને પોતાના પ્લેટફોર્મ પર રાખ્યા છે. હાલ આ સર્વિસ નવી મુંબઈ, થાણે અને કલ્યાણ જેવા મુંબઈના પસંદગીના વિસ્તારોમાં શરૂ કરવામાં આવી રહી છે.