દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ કરી મોટી જાહેરાત કરી છે,જિયોએ બે સસ્તા પ્લાનને બંધ કર્યા છે. આ બે પ્લાન 49 અને 69 રૂપિયાના છે. જે ખાસ કરીને જિયો ફોન યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યા હતા.
માહિતી મુજબ આ બંને પ્લાન 14 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ હતા. બંનેમાં અલગ-અલગ સુવિધાઓ મળતી હતી. આ બંને પ્લાનને લગભગ 5 મહિના પહેલા રજૂ કરવામાં આવ્યા હતા. 49 રૂપિયાના પ્લાનમાં જિયોથી જિયો પર અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક માટે 250 નોન-જિયો મિનિટ્સ અને 25 SMS મળતા હતા.
જ્યારે ઇન્ટરનેટ માટે ગ્રાહકોને 2 જીબી ડેટા મળતો હતો. 69 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આમાં પણ જિયોથી જિયો અનલિમિટેડ કોલિંગની સુવિધા મળતી હતી.આ સિવાય અન્ય નેટવર્ક પર 250 નોન-જિયો મિનિટ્સ અને 25 SMS મળતા હતા.
ઇન્ટરનેટ માટે દૈનિક ધોરણે 0.5 જીબી ડેટા મળતો હતો. એટલે કે 14 દિવસની વેલિડિટી માટે કુલ 7 જીબી ડેટા મળતો હતો. આ બંને પ્લાન્સમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળતું હતું.
ત્યારે હવે જિયોનો સસ્તો પ્લાન 75 રૂપિયાનો છે. જેમાં 28 દિવસની મુદ્દત અને રોજ 0.1 જીબી ડેટા મળે છે. આ રીતે કુલ 3 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આમાં જિયોથી જિયો પર અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક માટે 500 જીબી નોન-જિયો મિનિટ્સ અને 50 SMS મળે છે. આ સિવાય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.