કોરોના કાળમાં આપણે બધાજ ઓનલાઇન શોપિંગ તરફ આગળ વધ્યા છે. આપણે બજાર કોઇ વસ્તુ ખરીદવા કરતા ઓનલાઇન મંગાવવાનું વધુ પસંદ કરતા થયા છે. ત્યારે હવે Jio Mart એપ પણ લોન્ચ થઈ ગયા છે. રિલાયંસ જિયોની લગભગ 200થી વધારે શહેરોમાં સર્વિસ મળી રહી છે. ઓનલાઈન શોપિંગ સ્ટોર્સની જેમ, તેના પર ગ્રોસરી અને બીજા સામાનની શોપિંગ કરવામાં આવી શકે છે.
ત્યારે હવે રિલાયંસે એન્ડ્રોયડ અને આઈફોન, બંને માટે એપ લોન્ચ કરી દીધા છે. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી તેને ડાઉનલોડ કરવામાં આવી શકે છે. અત્યાર સુધી યૂઝર્સ જિયો માર્ટની વેબસાઈટ થકી ઓર્ડર કરી રહ્યા છે. આ એપથી હવે યૂઝર્સ માટે ઓર્ડ કરવો સરળ થઈ જશે. Jio Martને અમેજોન, ફ્લિપકાર્ટ, બિગબાસ્કેટ સાથે કડક ટક્કર છે.
ત્યારે બીજી એપની જેમ આ એપમાં પણ નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, સોડેક્સો, રો લોયલ્ટી પોઈન્ટ અને કેશ ઓન ડિલીવરી સહિત ઘણા પ્રકારે તમે પેમેંટ કરી શકો છો. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે જિયોમાર્ટમાં ગ્રોસરી પર દરરોજ 5 ટકા છૂટ મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ થયેલા RIL એનુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ કહ્યુ કે, કંપનીએ જિયો માર્ટ માટે ભવિષ્યમાં ઘણુ પ્લાનિંગ કર્યુ છે. જિયો માર્ટ અથવા ફેસબુકના Whatsapp, દેશમાં નાના બિઝનેસમેનને આગળ વધારાવાની તક આપવા માટે સાથમાં મળીને કામ કરશે.