જો તમારા ડિવાઈઝમાં બેટરી સાથે જોડાયેલી સમસ્યા છે તો નજીકના એપલ ઓથોરાઈઝ્ડ સર્વિસ પ્રોવાઈડરની મુલાકાત લેવી. ત્યાં એક અપોઈન્ટમેન્ટ લીધા બાદ સર્વિસ પ્રોવાઈડર તરફથી તમારા ફોન અને બેટરી ચાર્જિંગ કેસની તપાસ કરવામાં આવશે. જો તમારો ફોન એપલના ફ્રી બેટરી બદલી આપવાના પ્રોગ્રામનો ભાગ હશે તો તમારી સમસ્યા દૂર કરવામાં આવશે અને એપલ સ્માર્ટ બેટરી બદલી આપવામાં આવશે.
કેટલાંક iPhone XS, iPhone XS Max અને iPhone XR યુનિટ્સમાં બેટરી સાથે જોડાયેલી સમસ્યા જોવા મળી રહી હતી. આ મુદ્દે એપલ કંપનીએ મોટો નિર્ણય લીધો છે અને કંપનીના બ્લોગ પોસ્ટમાં તે અંગેની જાણકારી આપવામાં આવી છે કે પહેલાની બેટરી પાવરમાં પ્લગ-ઈન કરતા તે તરત ચાર્જ નહોતી થતી. આ સિવાય જેમાં બેટરી કેસ આઈફોનને ચાર્જ નથી કરી રહ્યું અને તે પોતે પણ ચાર્જ નથી થઈ રહ્યું તે પણ સમસ્યા છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે તો એપલ કંપની આ પ્રકારના ડિવાઈઝમાં ફ્રી બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ઓફર કરી રહી છે, જો આ પ્રકારની સમસ્યા જોવા મળશે તો ફોનની બેટરી ફ્રીમાં બદલી આપવામાં આવશે.
એપલ કંપનીએ જણાવ્યું હતું કે આ iPhone XS, iPhone XS Max અને iPhone XR યુનિટ્સને જાન્યુઆરી, 2019થી ઓક્ટોબર, 2019 દરમિયાન મેન્યુફેક્ચર કરવામાં આવ્યા છે તેની બેટરીમાં સમસ્યા હોવાથી આ ફોનની બેટરી ફ્રીમાં બદલી આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે એપલ અથવા એપલ ઓથોરાઈઝ્ડ સર્વિસ પ્રોવાઈડર આવા ખામીયુક્ત બેટરી કેસીઝને ફ્રીમાં બદલી આપશે.