એક તરફ કોરોના મહામારી છે ત્યારે બીજી તરફ ભારત ચીન-વિવાદ બાદ 59ચીની કંપનીની એપ પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે હવે ચીનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એપલે ચેન્નાઈની નજીક ફોક્સકોન પ્લાન્ટમાં પોતાના ફ્લૈગશિપ મોબાઈલ iPhona 11 બનાવવાનું શરૂ કરી દીધું છે.
આપને જણાવી દઇએ કે એપલે પહેલી વખત ભારતમાં ટોપ ઓપ ધ લાઈન મોડલ બનાવ્યું છે. કેન્દ્ર સરકારની મેક ઈન ઈંડિયાને લઈને આ મોટી સફળતા છે. વિવિધ વિભાગમાં ફોનનું પ્રોડક્શન વધારવામાં આવશે. આ સિવાય ચીન પર પોતાની નિર્ભરતા વધારવા માટે એપલ ભારતમાં બનેલ iPhone 11નું એક્સપોર્ટ કરવા માટે વિચાર કરી શકે છે. આ વાત ઈંન્ડસ્ટ્રીઝના બે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કહેવામાં આવી છે.
મહત્વનુ છે કે એપલે આજકાલ મોબાઈલના ભાવમાં ઘટાડો નથી કર્યો. કારણ કે કંપની ભારતમાં ચીનમાં બનેલા iPhone 11 ફોન પણ વેચી રહી છે. પરંતુ વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આગળ જઈને આ એક વિકલ્પ થઈ શકે છે.
લોકલ પ્રોડક્શનથી એપલને 22 ટકા ઈમ્પોર્ટ ટેક્સ બચી જાય છે. અધિકારીઓનું કહેવું છે કે એપલ બેંગલુરુની નજીક વિસ્ટ્રોન પ્લાન્ટમાં નવા iPhone SE બનાવવાના પ્લાન પર વિચાર કરી રહી છે. આ પ્લાન્ટમાં પહેલા વાળો iPhone SE બનતા હતા.
હાલમાં ભરવામાં આવેલ પગલા એપલના પ્રોડક્શનના દેશમાં વધતા લોકલાઈઝેનની તરફ ઈશારો કરે છે. કંપની, સરકારના પ્રોડક્શન લિંક્ડ ઈનસેંટિવ સ્કીમના પગલે બેનિફિટ્સનો ફાયદો ઉઠાવવા માંગે છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ પગલાથી એપલને ચીનની બહાર પણ પોતાનું પ્રોડક્શન બેસ વધારમાં મદદ મળશે. ખાસ કરીને એવા સમયમાં જ્યારે અમેરિકા અને ચીનના સંબંધોમાં તણાવ છે.
માર્કેટ રિસર્ચર IDC ઈંડિયા મુજબ, જાન્યુઆરી-માર્ચમાં ભારતમાં પ્રીમિયમ સેગમેંટમાં એપલનો દબદબો રહ્યો છે. તેના પછી સેમસંગ અને વનપ્લસ રહ્યા હતા. જૂનના આંકડા હજૂ સુધી નથી આવ્યા. રિસર્ચરનું કહેવું છે કે માર્ટમાં 700-1000 ડોલર વાળા સેગમેંટમાં વધારે વૃદ્ધી મળી. વાર્ષિક આધાર પર શિપમેંટ બેગણું થઈ ગયું. આ પ્રાઈસ સેગમેંટમાં iPhone 11ની 68 ટકા ભાગીદારી રહી. ઓવરઓલ ઈઁડિયન સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીનો દબદબો રહ્યો.