અત્યાર લોકડાઉનના કારણે લોકો પોતાના ઘરે જ રહે છે, જેથી પોતોના સૌથી વધુ સમય ફોનમાં વ્યતિત કરતા હોય છે, પરંતુ ઘણી વખત આપણી સ્માર્ટફોનની બેટરી ભાગ્યે જ ત્રણથી ચાર કલાક ચાલે છે અને ડેટા પેક પણ ટૂંક સમયમાં સમાપ્ત થાય છે.
લૉકડાઉન દરમિયાન, ફોનનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેના કારણે વધુ ડેટા ઉપયોગ થઇ રહ્યો છે સાથે જ બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમને લાગે છે કે વધુ નેટ ચલાવવાને કારણે આપણી બેટરી ખતમ થઈ ગઈ છે અને ડેટા ઓછો રહ્યો છે, પરંતુ વાસ્તવિક કારણ કંઈક બીજું હોઈ શકે છે. હા, ફોનની સેટિંગ્સમાં થોડો ફેરફાર તમારી સમસ્યાને દૂર કરી શકે છે.
ઘણી વાર આપણને ખબર હોતી નથી અને આવી ઘણી એપ્સ આપણા ફોનમાં ચાલે છે, જે ડેટા બિનજરૂરી રીતે ખર્ચ કરે છે. બેટરીઓ પણ ટૂંક સમયમાં ખતમ કરી દે છે. તમારા સ્માર્ટફોનથી આવી એપ્લિકેશનો અનઇન્સ્ટોલ કરો. પછી તરત જ ફોનના સેટિંગ્સ બદલો.
ખરેખર, આપણા સ્માર્ટફોનમાં આવા ઘણા સેટિંગ્સ છે જે ઘણીવાર ચાલુ હોય છે. આ સેટિંગ્સ આપણા સ્માર્ટફોનની બેટરી ડાઉન કરી દે છે અને ડેટા પણ વધારે વપરાઇ જાય છે. જો આ સેટિંગ્સ બંધ નહીં કરવામાં આવે તો, તે ફોનની સેફ્ટી પ્રમાણે ખતરા સમાન હોય શકે છે.
જો તમે તમારા ફોનની બેટરી લાઇફ અને ડેટાને સાચવવા માંગતા હો, તો તમારે ફક્ત તમારા સ્માર્ટફોનમાં આ સેટિંગ્સને બંધ કરવાની છે. તમારા સ્માર્ટફોનની સેટિંગ્સ પર જાઓ, અહીં તમને ગૂગલ વિકલ્પ મળશે. તેને ક્લિક કરો.
ગૂગલ પર ક્લિક કરતાં જ તમને ઘણા બધા વિકલ્પો મળશે. આમાં પ્લે ગેમ અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ડેટા મેનેજમેન્ટ શામેલ છે. જો આ સેટિંગ્સ તમારા સ્માર્ટફોનમાં ઓન રહે છે તો તેનો વધુ ડેટા અને બેટરી ખર્ચ થાય છે. જો આ સેટિંગ ચાલુ હોય ત્યારે તમે ભૂલથી પણ કોઇ ગેમ ડાઉનલોડ કરો છો તો તમે તે ગેમમાં ઓટોમેટિકલી સાઇન ઇન થઇ જશો અને તમારો ડેટા કંજ્યુમ થઇ જશે. પ્લે ગેમની નીચે તમને Request Notificatioનો ઓપ્શન મળશે તેને ઓફ કરી દો.