કોરોના વાયરસના કારણે આખાદેશમાં મહામારી સર્જાય છે,જેના ઉપર કાબુ મેળવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.21 દિવસ લોકડાઉન ના કારણે સરકારી અને ગેર સરકારી કંપનીઓએ પોતાના વધારે પડતા કર્મચારીઓને ઘર પર બેસીને જ કામ કરવા કહી દીધુ છે,એવામાં જો તમે પણ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો તો તમારા માટે સારી ઈન્ટરનેટ સ્પીડ ખૂબ જ જરૂરી છે.
જ્યારે વર્કફોર્મ હોમ કરી રહ્યા હોવ ત્યારે તમારા ઇન્ટરનેટની સ્પીડ ખૂબ જરૂરી છે, ત્યારે તમારા ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે આ ટીપ્સ તમને ઉપયોગી થઇ શકે છે.
સ્પીડને બૂસ્ટ પણ કરી શકાય છે
જો તમારી પાસે બ્રોડબેન્ડ કનેક્શન છે અને સ્લો ચાલી રહ્યુ છે તો, તેના ઘણા કારણો હોય શકે છે. સ્પીડને બૂસ્ટ પણ કરી શકાય છે. જે માટે તમારે બેઝિક પગલા ભરવા પડશે. સૌ પ્રથમ કામ તમારે ઈન્ટરનેટની સ્પીડને ચેક કરવાનુ છે.
તમારુ રાઉટર રીબૂટ કરો
સાથે જ રાઉટર થકી પણ તમે વાઈફાઈ એક્સેસ કરી રહ્યા છો તો, તમે એક વખત ફરીથી તમારુ રાઉટર રીબૂટ કરી લો. જેની રીત તમે મેન સ્વિચ ઓફ કરીને ઓછમાં ઓછી 5 સેકન્ડની રાહ જોવો અને ત્યારબાદ રાઉટરને બીજી વખત ઓન કરો. પોતાના લેપટોપથી તેને બીજી વખત કનેક્ટ કરો.
કોમ્પ્યુટર અથવા લોકલ નેટવર્કમાં મુસીબત
સ્પીડ ચેક કર્યા બાદ જો તમને પર્યાપ્ત સ્પીડ મળી રહી છે, પરંતુ તો પણ તમે સારી રીતે બ્રાઉઝ નથી કરી શકતા તો, તેનો મતલબ છે કે, તમારા કોમ્પ્યુટર અથવા લોકલ નેટવર્કમાં મુસીબત છે. જેને સારી કરી શકાય છે. જો સ્પીડ સારી મળી રહી નથી, તો તમે તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને જણાવો અને તેની ફરીયાદ નોંધાવો. ઘણી કંપનીઓ ટ્વીટર પર પણ મદદ આપે છે. તમે ત્યાં પણ ટેગ કરી તમારી ફરીયાદ નોંધાવી શકો છો.
રાઉટરની જગ્યા બદલવી
ઘણી વખત રાઉટરની જગ્યા બદલવી પણ એક ઓપ્શન બની શકે છે. જો બીજા કોઈ રુમમાં છે અને તમે ત્યાં કામ નથી કરી રહ્યા તો, આ પ્રકારની સ્થિતિમાં જોવો કે, રાઉટરની પાસે કોઈ ઓબ્સ્ટ્રક્શનવાળી વસ્તુ તો નથી ને. જેથી ક્લિયર સ્પેસમાં રાઉટરને રાખો જો તમારી પાસે રાઉટર એક્સ્ટેનડર છે અને તમે તેને યૂઝ કરી શકો છો, જેથી કનેક્ટિવિટિ સારી થઈ શકે છે.
માઈક્રોવેવનો ઉપયોગ ના કરો
ઘરમાં માઈક્રોવેવ છે અને તમારે ઈન્ટરનેટ કનેક્ટિવિટિ 100 ટકા જોઈએ અથવા વીડિયો કોલ કરી રહ્યા છો તો, માઈક્રોવેવનો વપરાશ ન કરો, આ દરમિયાન તમારુ માઈક્રોવેવને સ્વિચ ઓફ કરી દે. બંધ રૂમમાં વાઈફાઈનો વપરાશ કરી રહ્યા છો તો, દરવાજાને ખોલી દો. ક્યારેક ક્યારેક આ પ્રકારના નાની-નાની વસ્તુઓ પરથી પણ સિગ્નલમાં ઘણો ફરક પડે છે. રાઉટરમાથી કેબલ કાઢીને 5 થી 7 સેકન્ડ સુધી તેને ઓફ રાખો અને બીજી વખત કેબલ લગાવીને ઈન્ટરનેટની સ્પીડને ચેક કરી લો.