ફાઈલ ટ્રાન્સફર કરવા માટે લોકપ્રિય વેબસાઈટ ‘WeTransfer’નો ભારતમાં ઉપયોગ થઇ શકશે નહીં. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂમનિકેશન દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખીને પોપ્યુલર ફાઈલ ટ્રાન્સફર સર્વિસ આપતી વેબસાઈટ ‘WeTransfer’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મીડિયાના અહેવાલ મુજબ આ વેબસાઈટને કુલ 3 નોટીસ ફટકારવામાં આવી હતી. પહેલી બે નોટીસમાં બે URL ને બંધ કરવા કહેવામાં આવ્યું અને ત્રીજી નોટીસમાં આખી વેબસાઈટ પર જ પ્રતિબંધ મૂકવામાં આવી. જે બાદ ડચ ઈન્ટરનેટ બેઝ્ડ કમ્યૂટર ફાઈલ ટ્રાન્સફર સર્વિસ WeTransferનો ઉપયોગ થઇ શકતો નથી.
ભારતમાં હાલમાં વેબસાઈટના યુઝર્સ વધ્યા છે ત્યારે ઘણા બધા લોકોને અચાનક જ તકલીફ પડવાની શરૂઆત થવા લાગી જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી.
જે બાદ યુઝર્સને પડી રહેલી તકલીફને લીધે કંપનીએ યુઝર્સના સવાલોનો જવાબ આપવો પડ્યો. કંપનીએ જવાબમાં કહ્યું ભારતમાં હાલ વેબસાઈટ આંશિક રીતે બંધ છે. ટીમ દ્વારા આ મુદ્દે કામ ચાલી રહ્યું છે. વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક સર્વિસ દ્વારા વેબસાઈટનો એક્સેસ થઈ શકે છે