વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન, ગૂગલે કહ્યું છે કે તેણે હવે તેની સૌથી મહત્વ સુવિધા બંધ કરવા જઇ રહ્યું છે,ગૂગલ ફોટોઝ પર જુના ફોટા અને વીડિયોને બેકઅપ લેતા હતા તે હવે બંધ થવા જઇ રહ્યું છે.
અગાઉ ગૂગલના ફોટો બેકઅપ પ્લેટફોર્મ પર તમારા Android અથવા IOS ડિવાઇસમાં સાચવેલા બધા ફોટા આપમેળે અપલોડ થઈ જતા હતા. આમાં તે ફોટા અને વિડિઓઝ શામેલ છે જે ફેસબુક, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનો દ્વારા બનાવવામાં આવેલા ફોલ્ડર્સમાં સ્ટોર રહેતા હતા.
વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન, ગૂગલે કહ્યું છે કે તેણે હવે આ સુવિધા બંધ કરી દીધી છે અને હવે તમારે આ ફોટા જાતે જ સાચવવા પડશે અથવા આ સુવિધા માટે બનાવાયેલી કોઈ વિશિષ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.
આ માટે, તેમણે કોવિડ -19 શરૂઆત થયા પછી ફોટોગ્રાફ્સ શેર કરવાના વલણમાં ઉછાળાનું કારણ દર્શાવ્યુ છે. આ અંગે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 ને કારણે લોકો વધુ ફોટા અને વીડિયો શેર કરી રહ્યાં છે.
ગૂગલે આગ્રહ કર્યો હતો કે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ દ્વારા પહેલેથી જ બેકઅપ લેવાયેલા અને ગોઠવેલ કોઈપણ ફોટા આ બદલાવથી પ્રભાવિત થયા નથી. તેથી ઇન્ટરનેટ સંસાધનોના સંરક્ષણ માટે, WhatsApp, મેસેજીસ અને કિક જેવા મેસેજિંગ એપ્લિકેશનો દ્વારા બનાવવામાં આવેલ ડિવાઈસ ફોલ્ડર્સ માટે બેકઅપ અને સિંક બંધ કરવામાં આવ્યું છે. તમે સેટિંગ્સમાં આને કોઈપણ સમયે બદલી શકો છો.