રિલાયન્સની વાર્ષિક મીટ 2020માં કંપનીએ ગૂગલ સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે, ગૂગલ Jio પ્લેટફોર્મ્સના 7.7 ટકા હિસ્સા માટે, 33,737 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત, Jioએ પણ ઘટસ્ફોટ કર્યો હતો કે કંપની Jio ટીવી પ્લસ, Jio ગ્લાસ અને બીજી કેટલીક ઍપ્સ પણ વિકસાવી રહી છે. કંપનીએ JioMart અને Jio 5G સોલ્યુશન વિશેની વિગતો પણ જાહેર કરી હતી.

અંબાણીએ કહ્યું, “Jioએ શરૂઆતથી સંપૂર્ણ 5G સોલ્યુશન ડેવલપ કર્યું છે જે અમને ભારતમાં વર્લ્ડ ક્લાસ 5G સેવા શરૂ કરવામાં સક્ષમ બનાવશે.” ટેલિકોમ ઓપરેટરે વિશ્વાસ અપાવ્યો છે કે ભારતને 100 ટકા હોમ ડેવલોપ 5G મળશે. ટૂંક સમયમાં જ પરીક્ષણો શરૂ થશે અને આવતા વર્ષ સુધીમાં વપરાશ માટે આવી જશે. અંબાણીએ એ પણ જાહેરાત કરી કે ગૂગલ અને Jio એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરવા માટે પાર્ટનરશીપ કરી રહ્યા છે.
JioMart ની જાણકારી આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે,તેના પ્રાથમિક મૉડેલની સફળતાપૂર્વક શરૂઆત થઇ ચુકી છે. આ ગ્રોસરી પ્લેટફોર્મનું બીટા વર્ઝનની શરૂઆત 200 શહેરમાં થઇ ચુકી છે. ડેલી ઓર્ડરનો આંકડો અઢી લાખ કરોડને પાર પહોંચી ચુક્યું છે અને હવે આ આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે.
Reliance Retail ની જાણકારી આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ગ્રોસરી બિઝનેસને વધારવા માટે મુખ્ય રણનીતિ ખેડૂતોને જોડવાનું અને ફ્રેશ પ્રોડક્ટ્સને ઘર સુધી પહોંચાડવાનું છે. તેનાથી માત્ર ખેડૂતોની જ આવક વધશે તેવું નથી ઉત્પાદકતામાં પણ વધારો થશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારત 5G યુગના દરવાજે દરવાજે આવીને ઉભા છે. તેમણે કહ્યું કે, તેમનો પ્રયાસ વર્તમાનમાં 2જી ફોન ઉપયોગ કરી રહેલ 35 કરોડ ભારતીયને સસ્તામાં સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાનો છે. AGMમાં ફેસબુકના પ્રમુખ માર્ક ઝુકરબર્ગ અને ગૂગલના સીઇઓ સુંદર પીચાઇ સાથે વીડિયો કોન્ફરન્સ ચાલી રહી છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે જિઓ માર્ટ વોટ્સએપની ટેકનોલોજીથી રજૂ કરવામાં આવશે આ જોડાણ ભારતના લાખો નાના દુકાનદારોના વ્યવસાયને જોડશે. કરિયાણાની દુકાનમાંથી માલ ખરીદવામાં પણ ગ્રાહકોને મદદ મળશે.
જિઓમાર્ટ રજૂ કરતી વખતે, ઇશા અંબાણીએ કહ્યું કે આ ટેકનીકની મદદથી વર્તમાન હાલના કરિયાણાની દુકાનો 48 કલાકમાં સેલ્ફ સ્ટોર્સમાં તબદીલ થઇ જશે. ગ્રાહકનો અનુભવ પણ સંપૂર્ણપણે બદલાઈ જશે. તેમણે જણાવ્યું હતું કે જિઓ માર્ટ કરિયાણાની દુકાનને માત્ર વ્યવસાય વધારવામાં મદદ કરશે નહીં, પરંતુ આવકમાં પણ વધારો કરશે. JioMeet વિશે ઈશા અંબાણીએ કહ્યું કે તે એક સસ્તી અને અત્યંત સુરક્ષિત વીડિયો કોન્ફરન્સ એપ્લિકેશન છે.
ઉલ્લેખનીય છે કે, જીઓએ જીઓ ગ્લાસ પણ લોન્ચ કર્યું. આશરે 75 ગ્રામનું વજન ધરાવતા આ ડિવાઇસમાં મિક્સ રિયલ્ટી સાથે જોડાયેલી સર્વિસ રહેશે. જે સિંગલ કેબલથી કનેક્ટ થશે. જેમાં 25 એપ્સ હશે જે એઆર ટેકનીક વાળી વીડિયો મીટિંગમાં મદદ કરશે.
રિલાયન્સમાં પ્રમુખ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જીઓ આવનારા 3 વર્ષમાં અડધો અરબ જેટલા મોબાઇલ કસ્ટમરને જોડશે. JIOએ સંપૂર્ણ 5જી ટેકનીક વિકાસિત કરી લીધી છે. તેમણે જણાવ્યું કે, જેવું 5જી સ્પેક્ટ્રમ પ્રાપ્ત થશે તેની ટ્રાયલ હાથ ધરવામાં આવશે.