ગૂગલના CEO સુંદર પિચાઈએ ભારતમાં Google for India પ્રોજેક્ટ હેઠળ 10 અબજ ડોલર એટલે કે આશરે 75000 કરોડ રૂપિયા આવતા 5 થી 7 વર્ષમાં ઈન્વેસ્ટ કરશે. સુંદર પિચાઈએ આ મુદ્દે નરેન્દ્ર મોદી સાથે ઈ મિટિંગ ઉપર વાતચીત કરી હતી.
સુંદર પિચાઈએ તેમના બ્લોગ ઉપર આ મુદ્દે લખ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓને નાનપણથી જ ટેક્નોલોજી તરફ આકર્ષાયેલા હતા. આજે ભારતમાં એવી સ્થિતિ છે કે ટેક્નોલોજી માટે ભારતે રાહ નથી જોવી પડતી બલ્કે ભારતમાં જ નવી ટેક્નોલોજી ડેવલપ થઇ રહી છે. તેમણે કહ્યું કે યુટ્યુબના ઉદય પછી અત્યારે 2500 ભારતીય યુટ્યુબ ક્રિએટર્સ 1 મિલિયનથી વધારે સબસ્ક્રાઇબર્સ ધરાવે છે.
સુંદર પિચાઈએ કહ્યું હતું કે ફક્ત 4 વર્ષ પહેલા ભારતમાં 1/3 નાના બિઝનેસ ઓનલાઇન હાજરી ધરાવતા હતા. આજે ભારતના 2 કરોડ 60 લાખ જેવા નાના અને મધ્યમ બિઝનેસ સર્ચ અને મેપ્સમાં ઉપલબ્ધ છે જે 15 કરોડથી વધારે યુઝર્સને કનેક્ટ કરે છે. આ ઉપરાંત ગૂગલ પેમેન્ટ સર્વિસ ગૂગલ પેના કારણે લોકડાઉનમાં પણ રેશન અને માર્કેટમાંથી ખરીદી શક્ય બની શકી છે. કુદરતી હોનારત અને પૂરમાં ગૂગલે ઘણા કારગર પગલા ઉઠાવ્યા છે.
પિચાઈએ કહ્યું કે PM મોદીના ડિજિટલ ઇન્ડિયાને કારણે દેશના 1 અબજ ભારતીયોને ઓનલાઈન કરવાની પ્રક્રિયામાં વેગ મળ્યો છે. દેશમાં ઓછી કિંમતના સ્માર્ટફોન્સ અને ઓછી કિંમતના ઇન્ટરનેટના પગલે નવી તકો ઉભી થઇ છે.
આ ડિજિટલ યાત્રામાં ગૂગલ ભારત સાથે 2004થી જોડાયું છે જયારે હૈદરાબાદ અને બેંગ્લોરમાં ગૂગલની પહેલી ઓફિસ શરુ કરવામાં આવી હતી. ત્યાર બાદ Internet Saathi યોજનાને કારણે 3 કરોડથી વધુ મહિલાઓના જીવન કલ્યાણમાં મદદ મળી છે.