અત્યારે દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, જેના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે,ત્યારે આ લોકડાઉનમાં લોકો વર્ક ફ્રોમ હોમ કરતા થયા છે જેના કારણે વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝૂમના વપરાશમાં સતત વધારો જોવા મળ્યો હતો,પરંતુ હવે ડેટા સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ટેક કંપની ગૂગલે વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝૂમ વાપરવા પર બેન લગાવી દીધો છે.
કંપનીએ તેના કર્મચારીઓને ઝૂમ એપ્લિકેશન ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. ગૂગલે કર્મચારીઓને ઇ-મેલ દ્વારા કહ્યું કે, જે લોકો લેપટોપ પર ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તેઓ તરત જ તેમના ડિવાઇસ પરથી તેને ડિલીટ કરી નાખે.
ગૂગલના એક પ્રવક્તાએ જણાવ્યું કે, તાજેતરમાં જ અમારી સિક્યોરિટી ટીમે કર્મચારીઓને કહ્યું કે, તેઓ હવે ઝૂમ એપને કોર્પોરેટ કમ્પ્યૂટર્સ પર નહીં ચલાવી શકે કારણ કે, તે આપણી એપના સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સને મેચ નથી કરતી. ઝૂમનો ઉપયોગ ફક્ત મોબાઇલ એપ્લિકેશન અને બ્રાઉઝર્સ દ્વારા થઈ શકે છે. આ સાથે કંપનીએ એમ પણ કહ્યું કે, જો કોઈ કર્મચારી તેના મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે વીડિયો કોલિંગ કરવા માગતા હોય તો તેના માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે.
SpaceX કંપની પણ એપ બેન ચૂકી છે
નાસા અને સ્પેસX જેવી કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, એપલના કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. એવામાં ભવિષ્યના પ્લાન અને પ્રોડક્ટને લઇને પણ મીટિંગ્સ થઈ રહી છે. જેનાથી ડેટા લીક થવાનું જોખમ વધી જાય છે. લોકડાઉનમાં રહેલા મોટાભાગના લોકો પણ તેમના ઘરેથી કામ કરી રહ્યા છે. એવામાં ઓફિસમાંથનારી મીટિંગ્સ પણ ઘરેબેઠાં વીડિયો કોલ ઉપર થઈ રહી છે. આ મીટિંગ્સ માટે સ્કાઇપ અને ઝૂમ જેવી એપ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.
વિશ્વના 141 દેશો અત્યારે ઝૂમ વીડિયો કોલિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ હવે નાસા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓ બાદ ગૂગલે પણ તેના કર્મચારીઓને ઝૂમ એપ વાપરવાની ના પાડી દીધી છે.
ડેટા ચોરીનો વિવાદ શરૂ
વેબસાઇટ ટેકક્રંચના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઝૂમ એપના વીડિયો કોલ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી. એટલે કે, વચ્ચે પ્રાઇવસી લીક થઈ શકે છે. મધરબોર્ડના રિપોર્ટ અનુસાર, ઝૂમ ક્લાયન્ટનું ઇ-મેલ અડ્રેસ લીક કરી રહ્યું છે. પ્રાઇવસી લિકિંગના ભયથી એપલને તેના લાખો મેક કમ્પ્યુટર્સને સુરક્ષિત કરવાની વ્યવસ્થા કરવી પડી હતી. ઇલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશન તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, આ એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર્સને લોકોની એક્ટિવિટીને ટ્રેક કરવાની મંજૂરી આપે છે. ઝૂમ પર એ પણ આરોપ લાગ્યો છે કે, આ ચુપચાપ એક યુઝરની ઝૂમની ટેવો વિશે ફેસબુકને ડેટા મોકલતો હતો. જ્યારે યુઝરનું તો ફેસબુક એકાઉન્ટ પણ નહોતું. મધરબોર્ડના રિપોર્ટ અનુસાર, આ IOS એન્ડ્રોઇડ ખોલવા પર ફેસબુકને નોટિફાય કરે છે. આ રીતે ફેસબુક પર ડેટા લીક થાય છે. આ આરોપ પછી ઝૂમના ફાઉન્ડરે કહ્યું કે, કંપની આ ફીચરને રિવ્યૂ કરી રહી છે, જે યુઝર્સના ડેટાને ફેસબુક સાથે શેર કરી રહી છે. જો કે, હવે કંપનીએ ફેસબુક સાથે ડેટા શેર કરવાનું આ ફીચર કાઢી નાખ્યું છે.
ઝૂમ એપ શું છે?
ઝૂમ એપ એક ફ્રી વીડિયો કોન્ફરન્સિંગ એપ છે. તેના દ્વારા યુઝર એકવારમાં મેક્સિમમ 50 લોકો સાથે વાત કરી શકે છે. એપનું યુઝ ઇન્ટરફેસ સરળ છે જેના કારણે દરેક વ્યક્તિ તેને યુઝ કરી શકે છે. એપમાં વન ટૂ વન મીટિંગ અને 40 મિનિટની ગ્રુપ કોલિંગની સુવિધા પણ મળે છે. આ IOS અને ગૂગલ પ્લે સ્ટોર બંને પ્લેટફોર્મ પર અવેલેબલ છે. કોરોનાવાઈરસને કારણે વિશ્વના સંખ્યાબંધ દેશોમાં આવી પડેલા લોકડાઉનને પગલે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર શરૂ થયું છે. તેમાં ‘ઝૂમ’ એપના યુઝર્સમાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે. ઓફિસો અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે આ એપનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે.