Technology News :
ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે વાહન ઉત્પાદક કંપનીઓ આ સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. આ સાથે કંપનીઓ તેમના ઈલેક્ટ્રિક વાહનો પર પણ શાનદાર ઑફર્સ આપી રહી છે. જો તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય તક છે. Ola તેના સ્કૂટર પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Ola તેના ત્રણ મોડલ પર 25,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, જેમાં S1 Pro, S1 Air અને S1 X+નો સમાવેશ થાય છે. 25,000 રૂપિયાની કપાત બાદ, S1 Proની કિંમત રૂપિયા 1,29,999, S1 Airની કિંમત રૂપિયા 1,04,999 અને S1 X+ની કિંમત રૂપિયા 84,999 થઈ ગઈ છે.
Ola ઈલેક્ટ્રિકના એક અધિકારીએ જણાવ્યું – મજબૂત સ્થાનિક ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓની મદદથી અમે અમારા ખર્ચ માળખામાં પરિવર્તન લાવવામાં અને ગ્રાહકોને તેના લાભો પહોંચાડવામાં સફળ થયા છીએ. અગ્રણી ICE સ્કૂટર્સની સમાન કિંમતો સાથે, અમને વિશ્વાસ છે કે ગ્રાહકો હવે ICE સ્કૂટર ખરીદવામાં રસ દાખવશે.