ફેસબુક તરફથી એક નવા સેફટી ફિચરને ભારતમાં ઇન્સ્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાના પ્રોફાઇલ લોક કરી શકે છે. આવુ કર્યા બાદ તેની તરફથી શેર કરવામાં આવેલા ફોટો અથવા પોસ્ટ ફક્ત તેના ફ્રેન્ડ્સ જ જોઇ શકશે.
અન્ય યુઝર્સ તેની પ્રોફાઇલ તો જોઇ શકશે પરંતુ કોઇ પોસ્ટ નહી જોઇ શકે. આ ફીચર તે યુઝર્સ માટે ઘણા કામનું છે, જે વધુ ડિટેલ્સ સોશિયલ મીડિયા પર શેર ન કરવા માગતા હોય અને પોતાની પોસ્ટ ફક્ત કેટલાંક લોકો સાથે શેર કરવા માગે છે.
ફેસબુક તરફથી કહેવામા આવ્યું છે કે યુઝર્સનો પ્રોફાઇલ ફોટો ઉપરાંત અન્ય પોસ્ટ્સ અને ફોટોઝનો પ્રોટેક્ટ કરવાની જરૂર લાગી. આ જ કારણ છે કે કંપની યુઝર્સના ફીડબેકને સમજતાં નવો પ્રોફાઇલ લોક ઓપ્શન લઇને આવી છે.
એકવાર પ્રોફાઇલ લોક ઇનેબલ થવા પર પબ્લિક યુઝર્સને ફક્ત પ્રોફાઇલ ફોટો જોવા મળશે અને અન્ય ડિટેલ્સ જોવાનો ઓપ્શન નહી મળે. એક બ્લૂ બેજ દેખાડશે કે પ્રોફાઇલ લોક્ડ છે અને યુઝરની ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ થયા બાદ જ અન્ય ડિટેલ્સ અને પોસ્ટ જોઇ શકાશે.
નવા ફીચર પ્રોફાઇલમાં ‘more options’ પર જઇને એક્સેસ કરી શકાશે. પ્રોફાઇલમાં ‘more options’પર ટેપ કરવા પર યુઝર્સને Lock Profile જોવા મળશે. જેના પર ટેપ કરીને પ્રોફાઇલ લોક કરી શકાશે.
આમ કરતી વખતે ફેસબુક યુઝર્સને સ્પષ્ટ થઇ જશે કે પ્રોફાઇલ લોક કરવાનો અર્થ શું છે અને તે બાદ કઇ ડિટેલ્સ પબ્લિક યુઝર્સને નહી જોવા મળે. ફરી એકવાર આ ફીચર એક્ટિવ થયા બાદ યુઝર કોઇ પબ્લિક પોસ્ટ નહી કરી શકે અને એક પૉપ-અપ જણાવશે કે પ્રોફાઇલ લૉક છે.