ફેસબુક યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. ફેસબુક પર હવે લાઈવ વીડિયો જોવા માટે યુઝર્સે પેમેન્ટ કરવું પડશે. કોરોના વાયરસ મહામારી દરમિયાન પર્ફોમિંગ આર્ટ્સથી જોડાયેલા લોકોની મદદ કરવા માટે આવું કરવામાં આવશે.
ફેસબુક પર જે લોકો લાઈવ વીડિયો કરે છે, તેઓ નવા ફીચરની મદદથી લાઈવ બ્રોડકાસ્ટ શરૂ કરતાં પહેલાં નક્કી કરી શકશે કે, તેઓ આ લાઈવ વીડિયોને ફ્રી રાખવા માંગે છે કે પછી તેના માટે ચાર્જ લેવામાં માંગે છે.
તમને જણાવી દઈએ કે, લોકડાઉનને કારણે સંગીતકારો, કોમેડિયન્સ, પર્સનલ ટ્રેનર્સ અને સ્પીકર્સ જેવા લોકો ક્યાંય પર્ફોમ કરી નથી શકી રહ્યાં. જેથી તેઓ ફેસબુક પર લાઈવ વીડિયો દ્વારા લોકોથી કનેક્ટ થઈ રહ્યાં છે.
એક રિપોર્ટ મુજબ એવામાં ફેસબુક ક્રિએટર્સ અને સ્મોલ બિઝનેસની મદદ માટે તેમને લાઈવ વીડિયો પર એક્સેસ ફીનું વિકલ્પ આપીને તેમની મદદ કરવા માંગે છે. આ ટૂલ ઓનલાઈન પર્ફોમન્સથી લઈને ક્લાસિસ અને પ્રોફેશનલ કોન્ફરન્સ માટે પણ રહેશે.
ફેસબુકનું આ નવું ટૂલ એવા લોકોની પણ મદદ કરશે, જેઓ વીડિયો સ્ટ્રીમ્સથી ચેરિટી માટે ફંડ એકત્ર કરવા માંગે છે. એવા યુઝર્સ તેમના લાઈવ સ્ટ્રીમમાં ડોનેટ બટન પણ એડ કરી શકશે. ડોનેટ ઓપ્શનથી એકત્ર કરેલી રકમને ફેસબુક સીધું નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનના એકાઉન્ટમાં મોકલશે અને તેમાં બિલ્કુલ ભાગ નહીં લે.
જોકે, ફેસબુક તરફથી આ નવા ફીચર પર હાલ કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. આ ફીચર ક્યારે આવશે અને તેના પર શું લિમિટેશન્સ હશે કે નહીં હોય આ તમામ ડિટેલ્સનો ખુલાસો થવાનું હજી બાકી છે.