લોકડાઉનના સમયમાં અત્યારે બધા વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, ત્યારે તેમા વિડિયો કોલ ખૂબ ઉપયોગ કરી છે,જો તમે હજી પણ વિડિઓ કૉલિંગ સુવિધાઓનો ખૂબ ઉપયોગ કરી રહ્યાં છો, તો ફેસબુક તમારા માટે વસ્તુઓને વધુ સરળ બનાવી રહ્યું છે.
ત્યારે હવે કંપનીના નવા બ્લૉગ પોસ્ટ મુજબ હવે ફેસબુક લાઇવમાં મેસેંજર રૂમ્સ સુવિધાને જોડવામાં આવી રહી છે.આનો અર્થ એ કે હવે તમે મેસેંજર રૂમમાં મિત્રો સાથે વિડિઓ કૉલ શરૂ કરી શકશો. ઉપરાંત, તમે ફેસબુક લાઇવની સહાયથી લાઇવ પણ થઈ શકો છો.
જ્યારે તમે લાઇવ જાઓ, તમે વિડિઓ કૉલમાં 50 જેટલા લોકોને ઉમેરી શકો છો. ફેસબુકને લાગે છે કે આની સાથે બુક ક્લબ અથવા ફિટનેસ ક્લાસ શરૂ કરી શકાય છે. લોકો લાઇવ વિડિઓ કૉલમાં જોડાઈ શકે છે.
ફેસબુક તેમાં રૂમ ક્રિએટરને વધુ નિયંત્રણ આપે છે. યુઝર પ્રોફાઈલ, પેજ અથવા ગ્રુપ દ્વારા લાઇવ સ્ટ્રીમિંગને બ્રોડકાસ્ટ કરી શકાય છે. સાથે જ યૂઝર બ્રોડકાસ્ટમાં તે લોકોને પણ ઈનવાઈટ કરી શકે છે, જેમની પાસે ફેસબુક એકાઉન્ટ્સ ન હોય.
તેની સાથે ક્રિએટરને એ પણ સુવિધા મળે છે કે તે બ્રોડકાસ્ટ દરમિયાન પાર્ટિસિપેંટ થઈ શકે છે અને રિમૂવ પણ કરી શકે છે.ફેસબુક મુજબ, નવી સુવિધા કેટલાક દેશોમાં રજૂ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ, કંપની તેને તે દેશોમાં રિલીઝ કરી શકે છે જ્યાં આગામી દિવસોમાં મેસેંજર રૂમની સુવિધા ઉપલબ્ધ હશે.
આમ તો હાલમાં જ કંપનીએ ફેસબુક મેસેન્જરની સાથે નવી પ્રાઈવસી ફીચર એડ કર્યુ છે. તેની સિવાય કંપની મેસેન્જર રૂમ્સને બીજા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામની સાથે પણ ઈંટીગ્રેટ કરી રહી છે.