સોશિયલ મીડિયાએ આજ કાલ લોકનું અવિભાજ્ય અંગ બની ગયું છે, અને તેનું ચલણ દિવસે-દિવસે વધતુ જઇ રહ્યું છે.ત્યારે ફેસબુક સોશિયલ મીડિયામાં ફેસબુક મેસેંજર સર્વિસનો ઉપયોગ દરરોજ લાખો લોકો કરે છે.
વાત કરવામાં આવે ફેસબુક પણ એપ્રિલ, 2020માં ફેસબુકના 2.6 અરબ એક્ટિવ માસિક યૂઝર્સ હતા. યૂઝર્સ માટે ફેસબુક નવા નવા ફિચર અને સુવિધાઓ લાવતું રહ્યું છે. ત્યારે આ વખતે મેસેંજર એપમાં મોટો ફેરફાર કર્યો છે. કંપની એક્સાઈટિંગ અપડેટમાં મેસેંજરમાં સ્ક્રીન શેરિંગનું ફિચર લઈને આવ્યું છે.
ત્યારે આ બધાની વચ્ચે હાલમાં જ ફેસબુકે એલાન કર્યું હતું કે એન્ડ્રોઈડ અને Ios પર મેસેંજર એપ યૂઝર્સને સ્ક્રીન શેરિંગનું ઓપ્શન મળશે. અને હવે તે ફીચરને રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ ફિચર માત્ર મેસેંજર વેબ પર મળતું હતું.
પરંતું હવે તેને એપ પર પણ ઉપયોગ કરી શકાય છે. નવા મેસેંજર રૂમ્સમાં પણ આ ફિચરનો સપોર્ટ યૂઝર્સને મળશે. એવામાં ઝૂમ અને માઈક્રોસોફ્ટ ટીમોને પણ મેસેંજર રૂમ્સ ટક્કર આપી શકે છે.ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ અને મીટિંગ્સની વધતી જરૂરીયાતને લઈને સ્ક્રિન શેરિંગની ડિમાંડ હવે વધી છે. ઓફિસને પ્રેજેન્ટેશનથી લઈને શિક્ષકો માટે કોઈ વીડિયો કે હોમવર્ક સમજાવતી વખતે સ્ક્રિન શેરિંગની જરૂર પડે છે.
આ નવી ફિચર અને સુવિધાના પગલે યૂઝર્સ પોતાના મોબાઈલની સ્ક્રિન પણ કોઈપણ સાથે એપ પર જ શેર કરી શકે છે. નવા અપડેટ સાથે આ ફિચરની સુવિધા દરેક યુઝર્સને મળશે.મેસેંજર એપમાં નવું ફિચર વન-ટૂ-વન વીડિયો કોલની સાથે ગૃપ કોલમાં 8 યૂઝર્સની સુવિધા આપવામાં આવી છે.
તેના માટે યુઝર્સે મેસેંજર શરૂ કરીને વીડિયો કોલ કરવાનો રહેશે. કોલ કનેક્ટ થતા સ્ક્રિનના બોટમ ટૈબમાં શેર યોર સ્ક્રિન ઓપ્શન મળશે. જેના પર ક્લિક કર્યા બાદ બીજા યુઝર્સ તમારા મોબાઈલની સ્ક્રિન તેના મોબાઈલ પર જોઈ શકશે.