દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે,તેની અસર દરેક ક્ષેત્ર પર પડી રહી છે,ત્યારે હવે અમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઇ-કોમર્સ કંપનીઓના માધ્યમથી મોબાઇલ, ટીવી, ફ્રિઝ, લેપટૉપ અને અન્ય સ્ટેશનરી આઇટમ્સનું વેચાણ 20 એપ્રિલથી કરવામાં આવશે. 3 મે સુધી લૉકડાઉન વધારવાને લઇને ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા જાણકારી આપ્યાને એક દિવસ પછી ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ સ્પષ્ટીકરણ કર્યુ છે.
અધિકારી અનુસાર, મોબાઇલ, ટીવી, ફ્રિઝ, લેપટૉપ અને અન્ય સ્ટેશનરી આઇટમ્સ ઇ-કોમર્સ પર 20 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે, જોકે આ સામાનની ડિલિવરી કરનારા વાહનોને રસ્તા પર ચલાવવા માટે મંજૂરી લેવી પડશે. બુધવારી જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર,” કેટલીક ઇન્ડસ્ટ્રીઝ અને વેપારને 20 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ ગતિવિધિયોમાં ઢીલ આપવાની સાથે જ રાજ્ય સરકારો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમામ ઑફિસો અને વ્યાવસાયિક કેન્દ્રોમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવુ પડશે. આ સાથે જ તે વિસ્તારોમાં વેપાર શરૂ નહી થાય, જ્યાં કોરોના સંક્રમિત હશે અને હોટસ્પોટ જાહેર થયા હશે. જોકે આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઇ-કોમર્સ કંપનીઓએ વાહનોના જરૂરી મંજૂરીની સાથે રસ્તા પર ચલાવવા માટે પરવાનગી લેવી પડશે.”