સોફ્ટવેર ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 8.1ને બંધ કરવા માટે કામ કરી રહ્યું છે, અને તેના માટે હાલમાં યુઝર્સને રિમાઇન્ડર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. માઈક્રોસોફ્ટ અનુસાર કંપની 10 જાન્યુઆરી, 2023 સુધીમાં વિન્ડોઝના વર્ઝનને બંધ કરી દેશે. આવતા મહિના સુધીમાં માઇક્રોસોફ્ટ કટઓફને સપોર્ટ કરવા માટે હાલના વિન્ડોઝ 8.1 યુઝર્સ માટે નોટિફિકેશન બહાર પાડવાનું શરૂ કરશે. કંપની તરફથી આવતા નોટિફિકેશન એવાજ હશે જેવા વિન્ડોઝ 7 ના બાકીના અપડેટ્સ દરમિયાન જારી કરવામાં આવતી સૂચનાઓ જેવા જ હશે. જે યુઝર્સને કંપની તરફથી એન્ડ ઓફ સર્પોર્ટ મળ્યો હતો.
માઈક્રોસોફ્ટે 2016માં વિન્ડોઝ 8ને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું હતું, જ્યારે વિન્ડોઝ 8.1 તે સમયે પણ ચાલી રહ્યું હતું. હવે કંપનીએ જાન્યુઆરી સુધીમાં આ સપોર્ટ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. બંધ કરવા ઉપરાંત, માઇક્રોસોફ્ટ જાન્યુઆરી પછી વિન્ડોઝ 8.1 માટે એકસટેંડેડ સિક્યોરિટી અપડેટની ઓફર કરશે. જેનો અર્થ છે કે કોઈ વધારાના સુરક્ષા પેચ માટે ચૂકવણી કરવાની રહેશે નહીં.ધ્યાન રાખો કે ઘણા Windows 8.1 મશીનો લેટેસ્ટ Windows 11 ને સપોર્ટ કરી શકશે નહીં. માઈક્રોસોફ્ટે કહ્યું- આનું કારણ CPU પર પ્રતિબંધ છે.
યુઝર્સ નક્કી કરે અપગ્રેડ કરવું છે કે નવું પીસી ખરીદવું છે. એનો અર્થ એ છે કે વિન્ડોઝ 8.1 ને સપોર્ટ કરનારું એક માત્ર અપડેટ વિન્ડોઝ 10 હશે જે યુઝર્સ માટે એક માત્ર અપડેટ વિન્ડોઝ 10 હશે. જેથી યુઝર્સ પોતાના મશીનોને કોઈ પણ માલવેરથી બચાવી શકે. એનો અર્થ એ થયો કે વિન્ડોઝ 8.1 યુઝર્સને હવે એ નક્કી કરવું હશે કે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાનું છે કે નવું પીસી ખરીદવું છે.
વિન્ડોઝ 10 ને લઈને જાણકારી મળી છે કે આ 14 ઓક્ટોબર 2025 સુધી કામ કરવું અને સર્પોટ કરવાનું જારી રાખશે. તમને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટે પોતાની વેબસાઈટ પર FAQ ની યાદી બહાર પાડી છે. જેમાં લોકોના બદલાવને લઈને ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એમાં આ પણ ડિટેલ છે જાન્યુઆરી 2023 પછી જો તમે વિન્ડોઝ 8.1નો ઉપયોગ કરવાનું ચાલુ રાખો છો તો શું થશે.