આજના આધુનિક યુગમાં બધુ ડિજિટલ થઈ ગયું છે. કોઈપણ પ્રશ્ન હોય તરત ગૂગલ કરો આટલે બાહી જાણકારી મળી જાય છે. નવી નવી વસ્તુ શીખવા માટે યુ ટ્યુબ પર અનેક વિડીયો અપલોડ કરવામાં આવે છે. અત્યારના આધુનિક યુગમાં ટેક્નોલોજીની મદદથી નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી દરેક માહિતી અપણને ઓનલાઈન મળી રહે છે. ટેક્નોલોજીનો જેટલો ઉપયોગ છે સામે તેટલોજ દૂર ઉપયોગ પણ છે.
ટેકનૉલોજિને કારણે ફ્રોડ, વિકૃતિનું પ્રમાણ પણ વધતું જાય છે. પરંતુ અહીં તમારા માટે એ જાણવું જરૂરી છે કે કેટલીક એવી વસ્તુઓ છે જેના વિશે તમારે ગૂગલ પર સર્ચ કરવું જોઈએ નહીં. જો તમે આ કરો છો, તો તમને જેલ થઈ શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમારે ગૂગલ પર કઈ વસ્તુઓ સર્ચ કરવાનું ટાળવું જોઈએ.
જો તમે Google પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત વસ્તુઓ શોધો છો, તો તમારું IP એડ્રેસના આધારે તમારી ઓળખ કરી તમને જેલ થઈ શકે છે. ચાઈલ્ડ પોર્ન બનાવવું કે જોવું એ બંને આપણા દેશમાં ગેરકાયદેસર છે. તેથી તેની સાથે જોડાયેલી વસ્તુઓ ભૂલથી પણ ગૂગલ પર સર્ચ ન કરો.
આ સાથે જ તમારે Google પર આવી વસ્તુઓ સાથે ક્યારેય જોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ, જે પ્રતિબંધિત સંસ્થાઓ છે. ‘આઈએસઆઈએસમાં કેવી રીતે જોડાવું’ અને ‘એરક્રાફ્ટ પર હુમલો કેવી રીતે કરવો’ જેવી બાબતો પર ગૂગલ પર ક્યારેય સર્ચ કરશો નહીં. આ તમને મુશ્કેલીમાં મૂકશે તે નિશ્ચિત છે.
ગૂગલ પર બોમ્બ કેવી રીતે બનાવવોએ મજાકમાં પણ સર્ચ કરવાની કોશિશ કરશો નહી. જો તમે આવું કરશો તો તમે સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી શકો છો. જો તમે ગૂગલ પર આ સર્ચ કરશો તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે, અને તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તો એવું ન કરો.