Facebook અને Instagram યુઝર્સની પોસ્ટ્સ હટાવી રહ્યા છે જે ગર્ભપાતની ગોળીઓ સુધી પહોંચવામાં મદદ કરે છે, એમ કહીને કે તેઓ ફાર્માસ્યુટિકલ્સની આસપાસની નીતિનું ઉલ્લંઘન કરે છે. FB અને Insta એ તરત જ મહિલાઓને ગર્ભપાતની ગોળીઓ ઓફર કરતી પોસ્ટ્સ દૂર કરવાનું શરૂ કર્યું. આ સાથે, આ યુઝર્સ પર અસ્થાયી રૂપે બેન પણ લગાવી દેવામાં આવ્યો છે.
પોસ્ટ્સ હટાવવાનું શરૂ કર્યું
તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે રો વિ. વેડમાં ગર્ભપાતને કાયદેસર બનાવતા 50 વર્ષ જૂના નિર્ણયને ઉથલાવી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે બંધારણ ગર્ભપાતનો અધિકાર આપતું નથી. યુએસ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ Facebook અને Instagram એ મહિલાઓને ગર્ભપાતની ગોળીઓ ઓફર કરતી સોશિયલ મીડિયા પોસ્ટને હટાવવાનું શરૂ કરી દીધું છે.
હટાવી રહ્યું છે આવી પોસ્ટ્સ
એક રિપોર્ટ અનુસાર આવી પોસ્ટ ફાર્માસ્યુટિકલ્સની નીતિનું ઉલ્લંઘન કરે છે. એક Facebook યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું તમારામાંથી એકને ગર્ભપાતની ગોળીઓ મેઈલ કરીશ. બસ મને મેસેજ કરો. Facebook અને Instagram આવી ઘણી પોસ્ટ હટાવી રહ્યા છે.
META પ્રવક્તાએ શું કહ્યું?
મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને સોમવારે ટ્વીટ કર્યું હતું કે “કન્ટેન્ટ કે જે ફાર્માસ્યુટિકલ્સ ખરીદવા, વેચવા, વેપાર કરવા, ભેટ આપવા, વિનંતી કરવા અથવા દાન કરવા માંગે છે તેને મંજૂરી નથી.” સ્ટોન કહે છે કે “પ્રિસ્ક્રિપ્શન દવાઓની અફોર્ડિબીલીટી અને એક્સેસબિલિટી” વિશેની માહિતી ધરાવતી પોસ્ટ્સને મંજૂરી છે અને કંપની “ખોટી અમલીકરણ” ના ઉદાહરણ સુધારી રહી હતી.