instagramમાં ઘણા નવા ફિચર્સ આવી ગયા છે. આ ફિચર્સનો ઉપયોગ કરીને તમે શાનદાર સ્ટોરી તૈયાર કરીને અપલોડ કરી શકો છો. જેમાં મ્યૂઝિક એડ કરવાનું પણ એક ધમાકેદાર ફીચર છે. આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી સ્ટોરીને કેવી રીતે દમદાર બનાવી શકો છો. ફોટો અને શોર્ટ વીડિયો શેર કરીને લોકોની લાઈક મેળવી શકો છો.
લાઈક મેળવવા માટે તમારે આ મ્યૂઝિક ફીચરનો ઉપયોગ કરવો પડશે. આ ફીચરની શરૂઆત 2018માં થઈ હતી. આ ફીચરની મદદથી યીઝર્સ તેમના ફોટા અથવા વીડિયો પર પોતાના મૂડના હિસાબથી મ્યૂઝિક એડ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈ પણ મ્યૂઝિક સામેલ કરવા માટે મ્યૂઝિક લાયબ્રેરીનો ઉપયોગ કરવો પડશે. જેમાં ઘણા આર્ટિસ્ટ અને સંગીતકારના સોન્ગ તમે સિલેક્ટ કરી શકો છો. ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ સ્ટોરીઝમાં મ્યૂઝિક એડ કરી શકે છે.
મ્યૂઝિક એડ કરવા માટે ઈન્સ્ટાગ્રામના ટોપ લેફ્ટ સાઈડ પર રહેલા ઓપ્શન પર ક્લીક કરો. જેમાં ફોટો અને વીડિયો અપલોડ કરવાના વિકલ્પ કર જાઉ. તે પછી તમે તેમાં અમુક મોડિફિકેશન પણ કરી શકો છો. જેના વિકલ્પો અંદર જ છે. આ બાદ તમે કેપ્શન અને સ્ટિકર્સ વગેરે એડ કરી શકો છો. તેમાં કેપ્શન લખ્યા બાદ તમે સ્ટોરીમાં સોન્ગને સેવ કરી શકો છો.
આ પછી ઉપરની તરફ રાઈટ હેન્ડ તરફ આવેલા સ્ટિકર આઈકોન પર ક્લીક કરો. જેમાં ઘણા સ્ટિકર ઓપન થશે. જેમાંથી તમે કોઈ એકને સિલેક્ટ કરીને ઉપયોગ કરી શકો છે. તેમાં મ્યૂઝિક એડ કરવાનો વિકલ્પ પણ સામે દેખાશે. સોન્ગ સિલેક્ટ કર્યા બાદ તને તેને સ્ટોરીમાં એડ કરીને અપલોડ કરી શકો છો.