આજકાલ વધારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે.પુછશો નહી કે શાનો? હા ચોક્કસ કહીશ તો વાત છે સાવ ટચુકડી અને અસર તેમની છે મોટી, એવા ટેક્નિકલ બાળકની આપણે કોઇ પણ ઘરોમાં જોઈએ તો પાંચ સભ્યો વસતાં હોય ને તેમાય એક એક તેમના સાથીમિત્રો એટલે મોબાઇલ.
અને જાણે કે એ ઘરમાં પાંચ નહી દસ સભ્યો હોય. જેમા વધારે મહત્વ વળી ટેક્નિકલ બાળકનું જ હોય નહી? આપણે સૌ તેનાથી પરિચિત છીએ.પણ સાલુ એ સમજાતુ નથી કે મોબાઇલ માણસના લીધે જીવે છે કે માણસ મોબાઇલના લીધે જીવે છે.વળી એવું કહી શકાય કે બજારમા ગયા હોય ત્યારે આંગળી પકડેલું બાળક છુટુ પડી જાય કા ખોવાય જાય,પણ પેલા નિચે લટકતા પર્સમા રહેલું વેંતનુ ટેક્નિકલ બાળક કેમ ગુમ નથી થાતું?હા કારણ કે આપણે એમને ખુબ લાડલડાવીએ છીએ..
જીવથી પણ વધારે તો એ વ્હાલુ છે નઇ?અને એમાય વળી દેખાદેખીનો જમાનો એટલે માથે કરીને પણ મોબાઇલ તો લાવવાનો જ,અને એ પણ અડધુ સફરજન ખાધેલો તો જ એન્ટ્રી પડે,પછી ભલે ને વાટકી ખાંડ લાવવા પાડોશીના દરવાજા ખખડાવવા પડે પણ આ વેંતના ટેકનિકલ બાળક દ્વારા એન્ટ્રી તો પાડવાની જ કાં,ઘરનુ બાળક નિશાળે જાય ત્યારે નાસ્તામાં ભરી દે સુકા બ્રેડ,પણ પેલુ વેંતનુ બાળક રિસાય ન જાય એ માટે મહિને મહિને તેમને ઘણુ બધુ ખવડાવવુ પડે છે..
પોતાનુ બાળક રડતુ હોય ત્યારે એ છાનુ રેય કે ના રેય પણ જો મોબાઇલની નાની અમથી પણ રિંગ વાગી તો પોતાનુ રડતુ બાળક પણ ભુલાય જાય છે.અને કલાકો સુધી આપણે પણ એ ટેકનોલોજીની દુનિયામા સોનેરી સમય વિતાવી દઈએ છીએ જો સમય મળે ત્યારે યાદ આવે કે પોતાનુ પણ એક બાળક છે.હા આપણે આપણુ અસ્તિત્વ જ ભુલી ગયા છીએ.
મોબાઇલ ને ટેક્નોલોજીની દુનિયામા આપણે સૌ કોય ગુલામ બની ગયા છે.આજકાલ ઘરે મહેમાન આવે ત્યારે એ પણ શરમાય જાય કે, હુ ખોટો આવી ચડ્યો હુ સામે બેઠો છુ, ને ઘર ના લોકો મોબાઇલમા વ્યસ્ત છે,શુ જાદુ થઇ ગયો કે આજકાલ કોઈ ને રામરામ કરવાનો પણ સમય નથી.પરિવાર સાથે બેસી બે ઘડી વાત પણ આપણે નથી કરી શકતા..
ને વળી જમતી વખતે પણ એક હાથ તો મોબાઇલમા જ હોય ને ચેટિંગ શરુ હોય.હા એવું નથી કે આ ઇન્ટરનેટ,મોબાઇલ કામનુ નથી.પણ એના જેટલા ફાયદા છે સામા એટલા જ પ્રમાણમા ગેરફાયદા પણ છે.પણ તેનો ઉપયોગ જરુર પુરતો કરોનહી કે દિવસ રાત..
તમે તેમના ગુલામ બની ને જીવો.હા આધુનિક સમયમા ટેક્નોલોજીનો વ્યાપ વધતા કામ ઘણુ સરળ બન્યું છે.ઓનલાઈન શોપિંગ કરી શકાય તેમજ જમવાનુ પણ ઓર્ડર કરી શકાય,કોઇપણ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવી એ ઘણુ સરળ બન્યુ છે.ને હવે તો આ માધ્યમથી જીવનસાથી મેળવવામા નવી નવી એપ દ્વારા મદદરુપ થાય છે,દુનિયાભરની માહિતી મળી રહે છે.
પણ એનો મતલબ એ નથી કે આપણે સંપુર્ણ સમય તેમને કુરબાન કરી દઈએ છીએ. આજકાલ સોશ્યલ મિડિયા પર વધતી જતી અફવાઓના કારણે ઠેર ઠેર મારામારી,હત્યાઓં ,જાતિવાદ,આંદોલનો,ધરણાઓ,છેડતી,બળાત્કાર જેવી ઘટનાઓં ઘાતક સ્વરુપ ધારણ કરે છે.ધર્મ પર ટિકા ટિપ્પણી થાય છે અને આ વધતી જતી હિંસા ક્રુર બને છે અને માસુમના ભોગ લેવાય છે..
તો આવી અફવા સોશ્યલ મિડિયા પર ફેલાવવામા આવે છે અને તેમના મેસેજના શબ્દો એટલા અસરકારક હોય છે, કે આપણને આ અફવાઓ સાચી લાગવા લાગે છે. અને આપણે પણ તે અફવાને અન્ય વ્યકતિ પાસે ફોરવર્ડ કરીયે છીએ. ત્યારે આવી રીતે ખોટી માહિતી વાયરલ થતા તેમનુ ખરાબ પરિણામ આવે છે.
એ તો આપણે વિચાર જ નથી કરતા ને મનફાવે એમ માહિતીને અપશબ્દો લખીએ છીએ .તેમજ સાચી ઘટનાઓને નહી વાંચિએ કે નહી સમજીયે તો ખરાખોટાનુ ભાન ક્યાથી થશે.શુ આપણી દુનિયા આ નાનકડા વેંત જેવડા બાળક પુરતી જ સિમિત છે ? અને હા તો કેમ ?અને ના તો કેમ આપણે આપણો સમય મોટાભાગનો આમા જ વેડફીયે છીએ .
નાનેરા થી માંડીને હવે તો મોટી ઉમરના વ્યક્તિને પણ હવે સેલ્ફી લીધા વગર ચાલતુ નથી,ને આપણે સૌ બરાબરી કરીયે છીએ કે આની પાસે સ્માર્ટફોન છે તો મારી પાસે કેમ નઇ આ દેખાદેખીના જમાનામા આપણે આપણી જિદ પુરી કરાવવા માટે મજુરી કરતા મા બાપ નો પણ વિચાર નથી કરતા.દેખાદેખી કરવામા જ ઘણીવાર ઘરમા જ ઝઘડાઓ થઇ રહ્યા છે
તે બધુ અટકે અને તેના પર ધ્યાન દોરાય તેવુ કામ કરવું કે, જેમા દેશનુ હિત કે સમાજનુ હિત કે પરિવારનુ હિત સંકળાયેલુ હોય.ખોટીને ભ્રામક માહિતીથી દુર રહેવું અને મોબાઇલની બહારની દુનિયામા પણ થોડુ ખોવાય જવુ યોગ્ય રહેશે…