કોરોના મહામારીમાં થયેલા લોકડાઉનના કારણે ઓનલાઇન વસ્તુનું પ્રમાણ વધ્યું છે,અને તેના કારણે ડિઝીટલ ટ્રાન્ઝક્શનમાં પણ વધારો થયો છે.ત્યારે આવા સમયને ધ્યાનમાં રાખી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ડિઝીટલ ટ્રાન્ઝક્શનમાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ટરનેટ વિના જ લેણ દેણની સુવિધાને પાયલોટ આધાર ઉપર શરૂ કરી છે. જો કે, માત્ર 200 રૂપિયા સુધીની રકમ સુધી આ મર્યાદીત હશે.પરંતુ આગળ વધીને તેમાં વધારો થઈ શકે છે.
ત્યારે તાજેતરમાં જ આરબીઆઈ ગવર્નર શક્તિદાસની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ટરનેટ વિના કાર્ડ અને મોબાઈલના માધ્યમથી નાની રકમની ચુકવણી કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
બેંકની અધિસુચના હેઠળ આ પાયલોટ યોજના હેઠળ ડેબિટ કાર્ડ, વોલેટ કે મોબાઈલથી કરવામાં આવે છે. એ માટે કોઈ વેરિફિકેશનની જરૂરત નહીં રહે. આ યોજના 31 માર્ચ 2021 સુધી ચાલશે.
આરબીઆઈએ જણાવ્યું કે, આજે પણ કેટલાક વિસ્તારોમાં જ્યાં ઈન્ટરનેટનો અભાવ છે. તેવી જગ્યાએ ડિઝીટલ પેમેન્ટમાં અવરોધો આવી શકે છે, તેને જોતા રિઝર્વબેંક ઓફ ઈન્ડિયાએ આ પગલુ ઉપાડ્યું છે.
આ જ કારણ છે કે, કાર્ડ, વોલેટ અને મોબાઈલ ઉપકરણોના માધ્યમથી ઓફલાઈન ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.નિવેદનમાં જણાવાયું છે કે, પાયલોટ યોજના હેઠળ યુઝર્સના હિતો અને દેણદાર સુરક્ષા વિગેરેનું ધ્યાન રાખતા ઓફલાઈન માધ્યમથી અંતર્નિહિત સુવિધાઓ માટે નાની રકમની ચુકવણીની મંજૂરી અંગેનો પ્રસ્તાવ છે.
કેન્દ્રીય બેંકે પણ કહ્યું છે કે,પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરને ઓનલાઈન વિવાદ સમાધાન લાગુ કરશે. ડિઝીટલ લેણદેણ વધારવાની સાથે વિવાદ અને ફરિયાદો વધી રહી ચે. ફરિયાદોમાં સમાધાનની આ વ્યવસ્થા નિયમ આધારીત અને પારદર્શી હશે. તેમાં માનવીય હસ્તક્ષેપ નહી હોય અને જો હશે તો પણ ઓછો હશે.