Technology News :
Kinetic E-Luna ઇલેક્ટ્રીક મોપેડ ભારતમાં 7 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ તેનું બુકિંગ 26 જાન્યુઆરીએ શરૂ કર્યું હતું. હવે કાઈનેટિક ગ્રીને ઈલેક્ટ્રિક મોપેડની ડિલિવરી શરૂ કરી છે, જે દિલ્હી, લખનૌ, નાગપુર, બિલાસપુર, પુણે અને ભુવનેશ્વર સહિતના ઘણા શહેરોમાં શરૂ થઈ ગઈ છે.
Kinetic E-Luna ઈલેક્ટ્રિક મોપેડને બે વેરિઅન્ટ X1 અને X2માં લૉન્ચ કરવામાં આવી છે. Kinetic E-Luna X1ની કિંમત રૂ. 69,990 અને X2ની કિંમત રૂ. 74,990 એક્સ-શોરૂમ છે. આ ઇલેક્ટ્રિક મોપેડ મલ્બેરી રેડ, ઓશન બ્લુ, પર્લ યલો, સ્પાર્કલિંગ ગ્રીન અને નાઇટ સ્ટાર બ્લેક કલર વિકલ્પોમાં ખરીદી શકાય છે.
Kinetic E-Luna ઇલેક્ટ્રિક મોપેડમાં 2kWh બેટરી પેક સાથે 1.2kW ઇલેક્ટ્રિક મોટર છે. સિંગલ ચાર્જ પર તેની રેન્જ 110 કિમી સુધીની હશે અને તેની ટોપ સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાકની હશે. તેની સાથે પોર્ટેબલ ચાર્જરની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રિક મોપેડને સંપૂર્ણ ચાર્જ થવામાં 4 કલાકનો સમય લાગે છે.