વોટ્સએપનો ઉપયોગ ભારતમાં કરોડો લોકો કરે છે. આ એપથી ચેટ, ઓડિયો અને વીડિયો કૉલ પર વાત કરી શકો છો. વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકો આ એપ સાથે જોડાયેલી ટિપ્સ અને ટ્રીક્સને શોધતા રહે છે. આ એપમાં ઘણી એવી વસ્તુઓ છે, જેનાથી લોકો આજે પણ અજાણ છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે કેવીરીતે તમે એક નાની ટ્રીકથી ડિલીટ થયેલા મેસેજ, ઓડિયો અને વીડિયોને જોઇ શકો છો. જેમકે તમને કોઈએ મેસેજ કર્યો અને થોડી સેકન્ડમાં મેસેજને ડિલીટ કરી દીધો. તમારા મનમાં એક જ વસ્તુ ફરે છે કે આ મેસેજમાં સામેવાળાએ શું મોકલ્યું હશે. તમારે ચિંતા કરવાની બિલ્કુલ જરૂર નથી. હવે તમે થોડા સ્ટેપ્સ દ્વારા તમે જાણકારી મેળવી શકો છો.
આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે.
તમે સૌથી પહેલા વૉટ્સએપ ડિલીટ એપને ઈન્સ્ટોલ કરો. ડાઉનલોડ કર્યા બાદ તમારે યસ પર ક્લિક કરવાનુ છે.
ત્યારબાદ તમારે મંજૂરીને એલાઉ કરી દેવી પડશે ત્યારે આ એપ સારી રીતે કામ કરશે.
ત્યારબાદ તમારે વૉટ્સએપ પર પણ કેટલાંક સેટીંગ્સ કરવા પડશે. વૉટ્સએપ ખોલીને ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો. સેટીંગ્સમાં જઇને ડેટા એન્ડ સ્ટોરેજ યુસેજ પર જાઓ. મીડિયા ઑટો ડાઉનલોડ પર જઇને તમારે બધી વસ્તુઓને સેટ કરવાની છે. જેનાથી તમારી બધી ફાઈલ ઑટોમેટીક ડાઉનલોડ થઇ જશે. ત્યારબાદ તમે મેસેજ, ઑડિયો અથવા વીડિયોને રિકવર કરી શકશો.