નવો iphone 11 pro અડધા કિલોગ્રામ ગોલ્ડ, 137 ડાયમંડ અને લક્ઝરીયઝ ક્લોકવર્ક મિકેનિઝમ સાથે બનાવવામાં આવ્યો છે.. આ iphone 11 pro 64 GB વેરીયન્ટમાં અવેલેબલ છે..અને આ સૌથી મોંઘા iPhoneમાનો એક છે.. અને સ્પેશીયલ ડીમાન્ડ પર તેનું 512GB વર્ઝન પણ મળે છે..
iPhone આખી દુનિયામાં પ્રીમિયમ અને મોંઘા સ્માર્ટફોન તરીકે ઓળખાય છે. કંપની આ ફોનમાં અનેક શાનદાર ફીચર આપે છે જે તેને બીજા સ્માર્ટફોનથી અલગ પાડે છે. iPhoneને લઈને આજકાલ એક ટ્રેન્ડ નીકળી પડ્યો છે. આ ટ્રેન્ડ છે iPhoneનું લક્ઝરી મેકઓવર કરાવવાનો ટ્રેન્ડ. iPhoneને નવો લૂક અને ડિઝાઈન આપવાની બાબતે રશિયાની ડિઝાઈનર કંપની Caviar અગ્રક્રમે છે.
કંપનીએ આ જ વર્ષે લોન્ચ થયેલા iPhone 11 Proને ડાયમન્ડ મેકઓવર આપ્યું છે. તેમાં ડાયમન્ડની સાથે સાથે ગોલ્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રિડિઝાઈન કરેલા આ iPhoneનું ના Credo Christmas Star Diamond iPhone11 રાખવામાં આવ્યું છે.કેવિયરે ક્રિસમસને ધ્યાનમાં રાખીને ફોન રિડિઝાઈન કર્યો છે.iphone 11 proના બેક પેનલ પર ક્રિસમસ નેટિવ સીન રાખવામાં આવ્યો છે. તેમાં જીસસ, મેરી અને જોસેફ દેખાય છે. ફોનના બેક પેનલ પર ગોલ્ડ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે વચ્ચોવચ્ચ ઉપલબ્ધ એક ડાયમન્ડમાંથી બહાર તરફ નીકળતું દેખાય છે.
આ iPhoneની કિંમત 1,29,000 ડોલર એટલે કે લગભગ 91.20 લાખ રૂપિયા છે. iPhoneના ડાયમન્ડ વાળા વર્ઝનની કિંમત 6000 ડોલર (4.24 લાખ રૂપિયા) છે. તેને ખાસ સ્ટોન કમ્પોઝિટથી બનાવવામાં આવ્યો છે. કંપનીએ આ કેસનું સિલ્વર વેરિયન્ટ પણ તૈયાર કર્યું છે જેની કિંમત 9000 ડોલર (6.36 લાખ રૂપિયા છે).