Gmail અને Hotmail યુઝર્સને સાવધાન થવાની જરૂરત છે. યુઝર્સને એક ફેક ઈમેલ Facebook Support ટીમના નામ પર મોકલવામાં આવે છે. આ ઈમેલ દ્વારા યુઝર્સને ટાર્ગેટ કરીને તેની અકાઉન્ટ ડિટેઇલ્સ લેવાની કોશિશ કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, Trustwaveના સાઇબર સિક્યોરિટી એક્સપર્ટે જણાવ્યુ હતું કે, ફ્રોડ ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુઝરનું Facebook અકાઉન્ટ રિસ્ક પર છે. આ કારણે તેને ડિલીટ કરવામાં આવી શકે છે. તેનાથી બચવા માટે એક લિંક ઉપક ક્લિક કરવાનું કહેવામાં આવશે.
તેના દ્વારા સ્કેમર્સ યુઝરના ફેસબુક અકાઉન્ટ ડિટેઈલ્સને હાસિલ કરવાની કોશિશ કરે છે. Trustwaveની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, આ ઈમેલમાં કહેવામાં આવ્યુ છે કે, તમારા Facebook પેજને ડિલીટ કરવા માટે શેડ્યુલ કરવામાં આવ્યુ છે કારણકે તેણે કમ્યુનિટી સ્ટાન્ડર્ડ વૉયલેશન કર્યુ છે. જો તમે 48 કલાકની અંદર આનો જવાબ નહીં આપો તો તમારૂ પેજ ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે.
આ ડિસીઝનની અપીલ તમે નીચે આપેલા સપોર્ટ ઈનબોક્સથી કરી શકો છો. ત્યારબાદ ફ્રોડ ઈમેલમાં Appeal Nowનું બટન આપેલું હશે.
આ બટન પર Gmail, હોટમેલ, આઉટલુક અને બીજા ઈમેલ યુઝર્સ ક્લિક કરી શકે છે. જેવું તમે આ લિંક ઉપર ક્લિક કરશો કે, તમને એક ફેક ફેસબુક અપીલ પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવશે. જ્યાં તમે તમારા ઈશ્યૂને લઈને ચેટ કરી શકશો. જેમાં તમારી પાસે અમુક માહિતી મેળવશે. આમાં ટૂ-ફેક્ટર ઓથેંટિકેશન ડિટેઇલ્સ પણ સામેલ છે. જોકે, તમને જણાવી દઈએ કે, મેસેન્જર ચેટ ફેક હોય છે. તેથી, તમારે આવા કોઈ પણ ફેક ઈમેલનો રિપ્લાઈ દેતા પહેલા બચવું જોઈએ.