BSNLએ તેના પ્રીપેડ યુઝર્સ માટે મલ્ટીપલ રિચાર્જ સુવિધા રજૂ કરી છે. આ અંતર્ગત, BSNL યુઝર તેમની હાલની યોજના સમાપ્ત થાય તે પહેલાં અગાઉથી એકાઉન્ટને રિચાર્જ કરી શકશે. નવી સુવિધા BSNLના પ્રીપેડ વાઉચર અને વિશેષ ટેરિફ વાઉચર વિકલ્પ પર ઉપલબ્ધ છે. આ સુવિધા અંતર્ગત, 97 રૂપિયાથી લઈને 1,999 રૂપિયા સુધી રિચાર્જ કરી શકો છો.
BSNLની નવી સુવિધા 97 રૂપિયા, 98 રૂપિયા, 118 રૂપિયા, 187 રૂપિયા, 247 રૂપિયા, 319 રૂપિયા, 399 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 રૂપિયા, 699 રૂપિયા, 997 રૂપિયા, 1,699 રૂપિયા અને 1,999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન માટે ઉપલબ્ધ છે.
આ સુવિધા હેઠળ રિચાર્જ થવાવાળા એડવાન્સ્ડ રિચાર્જ હાલનાં પ્લાન એક્સપાયર થયા બાદ ઓટોમેટિકલી રિચાર્જ થઈ જાય છે. BSNLની આ સુવિધા દેશભરમાં દરેક ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે.
BSNLની મલ્ટીપલ રિચાર્જ ફેસિલિટી એવી જ રીતે કામ કરે છે, જે રીતે રિલાયન્સ જીયો યુઝર્સ પોતાના પ્લાન માટે એડવાન્સ પેમેન્ટ કરી શકે છે. એરટેલે પણ પોતાના યુઝર્સ માટે મલ્ટીપલ ટાઈમ માટે એકાઉન્ટ રિચાર્જ કરવાની સુવિધા આપી રાખી છે. હવે BSNL યુઝર્સને પણ આ સુવિધા મળશે.