Apple iPhone 15 લોન્ચઃ Bad news for Apple lovers ચાહકો iPhone 15ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે પ્રીમિયમ સ્માર્ટફોનને લઈને એક ખરાબ સમાચાર આવ્યા છે. iPhone 15 માટે ચાહકોને થોડી વધુ રાહ જોવી પડી શકે છે. Apple iPhone ની આવનારી સિરીઝને લઈને જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ iPhone 15 આ વર્ષે થોડો મોડો લોન્ચ થઈ શકે છે. સામાન્ય રીતે, Apple દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેની ઇવેન્ટનું આયોજન કરે છે અને નવા iPhone લોન્ચ કરે છે.
MacRumorsના રિપોર્ટ અનુસાર, આ વખતે નવો iPhone સપ્ટેમ્બરની જગ્યાએ ઓક્ટોબર મહિનામાં લોન્ચ થઈ શકે છે. હાલમાં, હજુ સુધી એ જાણી શકાયું નથી કે કયા કારણે iPhone લોન્ચ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. હવે Apple પ્રેમીઓને iPhone 15 માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. iPhone 15 સિરીઝમાં Apple 4 સ્માર્ટફોન iPhone 15, 15 Plus, 15 Pro અને 15 Pro Max મૉડલ લૉન્ચ કરશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં iPhone 15માં ડિસ્પ્લેની સમસ્યાને કારણે મોડેથી લોન્ચ થવાની વાત સામે આવી છે. હાલમાં કંપની દ્વારા આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. Appleએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 14 લોન્ચ કર્યો હતો. iPhone 15ને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે કારણ કે કંપની આ વખતે ઘણા મોટા ફેરફારો સાથે નવી સીરીઝ લોન્ચ કરી શકે છે.
Periscope Camera Will Be Exclusive to Apple’s iPhone 15 and 16 Ultra
#apple15 #apple16 #travietech #travietechians pic.twitter.com/0oS2xG5ZmZ— Travie Tech (@TechTravie) February 1, 2023
- iPhone 15માં આ ફેરફારો થઈ શકે છે
- iPhone 15માં યુઝર્સને 6.1-ઇંચની મોટી ડિસ્પ્લે મળશે.
- નવી સીરીઝમાં Apple A16 બાયોનિક ચિપસેટનો iPhone લોન્ચ કરશે.
- આ વખતે Apple iPhone 15માં 18 ટકા વધુ બેટરી આપી શકે છે.
- આ વખતે કંપની iPhone 15માં Lightning પોર્ટને બદલે USB Type C પોર્ટ મેળવી શકે છે.
- Apple આ વખતે iPhone 15ને નવા કલર વેરિઅન્ટમાં લોન્ચ કરી શકે છે.
- આ વખતે યૂઝર્સને iPhone 15માં 48-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube