તમે નવા આઈફોનને લઈને રાહમાં હતા. Apple iPhone 12 અને Apple iPhone 12 Pro આગામી મહિનાઓમાં આવવાના છે. iPhone 12 ના બેસ મોડલની કીમતનો ખુલાસો થયો છે. માનવામાં આવી રહ્યુ છે કે, નવા એન્ટ્રી-લેવલ આઈફોન 12ની કિમત જૂની જનરેશનવાળા મોડલથી 50 ડોલર વધારે હશે. રિપોર્ટની માનીએ તો, આઈફોન 12ના બેસ-મોડલની કિંમત 749 ડોલર એટલે કે, લગભગ 54,800 રૂપિયા સુધી હોઈ શકે છે. આ ફોનને કંપની 5.4 ઈંચના OLED ડિસ્પ્લે, A14 ચિપસેચ, 5G કનેક્ટિવિટી અને ડ્યૂલ-કેમરા સેટઅપની સાથે લોન્ચ કરશે.
Apple આ સીરીઝની હેઠળ 4 મોડલ્સ લોન્ચ કરશે. જેમાં iPhone 12, iPhone 12 મેક્સ, iPhone 12 Pro મેક્સ સામેલ છે. આ મોડલ્સ 5.4 ઈંચ, 6.1 ઈંચ અને 6.7 ઈંચના હશે. iPhone 12, iPhone 12 મેક્સમાં કેમરા સેટઅપ આપવામા આવી શકે છે. તો iPhone 12 Pro, iPhone 12 Pro મેક્સને ટ્રિપલ કેમરા સેટઅપની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.
iPhone 12માં 5.4 ઈંચની સ્ક્રીન આપવામાં આવે છે. તો iPhone 12 Pro અને iPhone 12 મેક્સમાં 6.1 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જ્યારે કે, iPhone 12 Pro મેક્સમાં 6.7 ઈંચની સ્ક્રીન આપવામાં આવી શકે છે. બધા મોડલના ફ્રંટ પેનલમાં ચાર હોલ્સ જોવા મળી શકે છે. જેમાં સેલ્ફી કેમરા, ફેસ અનલોક સેંસર, પ્રાક્સિમિટી સેંસર, લાઈટ સેંસર વગેરે આપવામાં આવે છે. આ સીરીઝને iOS 14 ઓપરેટિંગ સિસ્ટમની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. સાથે જ ડિવાઈ,માં ઘણા મોટા અપગ્રેડ્સ જોવા મળી શકે છે. જેમાં નેટવર્ક અપગ્રેડ્સ પણ સામેલ છે.
iPhone 12માં 5.4 ઈંચની ઓઅલઈડી સુપર રેટીના ડિસ્પ્લે આપવામાં આવી છે. જેને 5G ટેકનીક સપોર્ટની સાથે અલગ-અલગ સ્ટોરેજની ક્ષમતા આપવામાં આવી છે. 4GB રેમની સાથે સ્ટોરેજ ક્ષમતાને બે વર્ઝનમાં ફોન ઉતારવામાં આવ્યો.