છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે આ વધી રહેલા તણાવની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાઈવાનની કંપની ફોક્સકોન કંપની ભારતમાં પોતાની ફેક્ટરીને મોટી કરવાની તૈયારી કરી રહી છે. ચેન્નાઈની નજીક શ્રી પેરૂંબુદુરમાં આવેલ આ કંપની પોતાનો વિસ્તાર વધારવાની તૈયારી કરી રહી છે.
ચીન સાથે ચાલી રહેલા તણાવને લઈને ભારત સહિત વિવિધ દેશો ચીન સાથે સંબંધ અને વ્યવહાર ઓછો કરી રહ્યા છે ત્યારે તાઈવાનની એક કંપની પણ ચાઈનામાં પોતાની કંપની બંધ કરીને ભારતમાં લાવવાની તૈયારી રહ્યું છે. આ માટે કંપની અંદાજે એક અબજ ડોલર એટલે કે લગભગ 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહી છે. આ તાઈવાનની કંપની એપ્પલના આઈફોન બનાવવાનું કામ કરે છે.
કંપનીના આ નિર્ણયથી એવું લાગી રહ્યું છે કે એપ્પલ પોતાનું પ્રોડક્શન ચીનમાંથી શિફ્ટ કરવાનું વિચારી રહી છે. કારણ કે કોરોના વાયરસના પગલે પહેલાથી જ બેઇજિંગ અને વોશિંગટનની વચ્ચે ટ્રેડ વોર શરૂ થયો છે. મીડિયા પાસેથી મળતી માહિતી અનુસાર એપ્પલ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે તે પોતાનું પ્રોડક્શન ચીનની બહાર કોઈ જગ્યા પર સ્થળાંતર કરે.
મળતી માહિતી અનુસાર ફોક્સકોને શ્રી પેરૂંબદૂર પ્લાન્ટમાં વધુ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. જ્યાં હાલ આઈફોનનું એક્સઆર મોડલ બન્યું છે. તેણે જણાવ્યું છે કે આ રોકાણ ત્રણ વર્ષની અંદર કરવામાં આવશે. ફોક્સકોન દ્વારા એપ્પલના જે અન્ય મોડલ ચીનમાં બની રહ્યા છે.
તેને પણ ભારતના પ્લાન્ટમાં જ બનાવવામાં આવશે. તાઈવાનના તાઈપેઈમાં ફોક્સકોનનું મુખ્યાલય આવેલું છે. આ કંપની ભારતમાં આવવાના આ નિર્ણયથી શ્રીપેરૂંબદૂર પ્લાન્ટમાં અંદાજે 6000થી વધુ લોકોને રોજગારી મળશે. આ કંપનીનો આંધ્રપ્રદેશમાં પણ એક પ્લાન્ટ આવેલો છે. જેમાં કંપની ચીનની શાઓમી કંપની માટે સ્માર્ટફોન બનાવે છે.
ઓક્સફોન કંપનીના ચેરમેન લિઉ યોંગ વેએ છેલ્લા મહિને કહ્યું હતું કે કંપની ભારતમાં પોતાના રોકાણમાં વધારો કરશે. પરંતું કોઈ સ્પષ્ટ અને વિસ્તૃત માહિતી નહોતી આપી. ભારતમાં સ્માર્ટફોનના કુલ વેચાણના એક ટકા હિસ્સો એપલની પાસે છે.જે દુનિયાની બીજી સૌથી મોટી સ્માર્ટફોન બનાવવાવાળી કંપની છે. એપલ કંપની તેના કેટલાક મોડલ બેંગલુરૂમાં આવેલ તાઈવાનની કંપની વિસ્ટ્રોન કોર્પ પાસે બનાવડાવી રહી છે. તો સાથે સાથે કંપની તેનો એક વધુ નવો પ્લાન્ટ ભારતમાં શરૂ કરવાની તૈયારીમાં છે. જેમાં એપલના વિવિધ ફોન બનાવશે.