અત્યાર સુધી તો તમને મોબાઇલની સાથે હેડફોન ન મલવાની ફરિયાદ હતી પરંતુ હવે એપ્પલ અને સેમસંગ જેવી દિગ્ગજ કંપનીઓ મોટો ઝાટકો આપવાની તૈયારીમાં છે. મોબાઇલ એસેસરીઝના વધતા ભાવને જોતા એપ્પલ અને સેમસંગ જેવી દિગ્ગ જ કંપનીઓ આગામી સમયમાં સ્માર્ટફોનની સાથે ચાર્જર નહી આપવાનો પ્લાન કરી રહી છે.
એક તાજા રિપોર્ટ અનુસાર કંપનીઓ ફોનની સાથે બોક્સમા મળતા ચાર્જનને હટાવવાની તૈયારીમાં છે. આ ખુલાસો સેમસંગ સાથે જોડાયેલ જાણકારી રાખનારી વેબસાઇટે કર્યો છે. જો આ ફેંસલા પર સહેમતી બને છે તો એવું પ્રથમવાર બનશે જ્યારે સેમસંગનો ફોન ચાર્જર વગર જ મળશે.
કોરિયન સાઇટોની રિપોર્ટો અનુસાર સેમસંગ આવક માટે આગામી વર્ષે સ્માર્ટફોનથી ચાર્જર હટાવી દેશે. આ દિવસો ચાર્જિંગ પોર્ટ આખી દુનિયામાં એક સમાન જ છે. લગભગ તમામ કંપનીઓ યૂએસબી ટાઇપ-સી પોર્ટ તરફ વધી રહી છે. સેમસંગ દુનિયાની સૌથી મોટી સ્માર્ફોન નિર્માતા કંપનીઓમાંની એક છે. કંપની દર વર્ષે કરોડો ફોનનું વેચાણ કરે છે.
આવામાં જો સેમસંગ અડધા સ્માર્ટફોનમાંથી ચાર્જર હટાવી નાંખે છે તો કંપનીને મોટી રકમનો ફાયદો થશે. આ ફાયદાને કંપની ફોનની કિંમત ઘટાડીને ગ્રાહકોને ફાયદો પહોંચાડી શકે છે. ખરેખર ચીનથી ઇમ્પોર્ટ પર કસ્ટમની કડક અસર દેશના એસેસરિઝ પર જોવા મળી રહી છે. પ્રોડક્ટ બજારમાં મળી નથી રહ્યા અને મળી પણ રહ્યા છે તો ખુબ ઉંચા ભાવે.