ભારતી એરટેલ અને નોકિયા વચ્ચે એક સમજૂતી કરવામાં આવી છે જેના કારણે એરટેનલ ફોરજી નેટવર્કને મજબૂતી મળશે. આ ઉપરાંત આ સમજૂતીથી એરટેલને ફાઇવજી નેટવર્ક ઉભું કરવામાં પણ મદદ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમજૂતી એક અબજ ડોલરમાં કરવામાં આવી છે.
આ સમજૂતી હેઠળ નોકિયા એરટેલના ફાઇવજી નેટવર્ક માટે ત્રણ લાખ રેડિયો યુનિટ લગાવશે. જે વિસ્તારોમાં એરટેલનું નેટવર્ક નબળું છે તે વિસ્તારોમાં નોકિયા નેટવર્કને મજબૂત બનાવવામાં એરટેલની મદદ કરશે. નોકિયાના સીઇઓ રાજીવ સુરીએ જણાવ્યું છે કે અમે ઘણા વર્ષો સુધી ભારતી એરટેલ સાથે મળીને કાર્ય કર્યુ છે. ૧૩૦ કરોડની વસ્તી સાથે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું ટેલિકોમ માર્કેટ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૨૫ સુધીમાં ભારતમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા વધીને ૯૨ કરોડ થઇ જશે. તેમાંથી ૮ કરોડ ફાઇવજી યુઝર્સ હશે. આ સમજૂતી હેઠળ નોકિયા એસઆરએએન પ્રોડ્ક્ટ દ્વારા એરટેલની મદદ કરશે. ઉલ્લેખનીય છે કે એસઆરએએન દ્વારા ટેલિકોમ ઓપરેટરોને ટુજી, થ્રીજી અને ફોરજી નેટવર્કને મેનેજ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત નેટવર્કની ક્ષમતા વધારવામાં પણ મદદ મળશે.
આ ડીલને કારણે એરટેલના 4-જી નેટવર્કને મજબૂતી મળશે. આ ઉપરાંત એરટેલને 5-જી નેટવર્ક ઉભું કરવામાં પણ મદદ મળશે. આ સમજૂતી હેઠળ નોકિયા એરટેલના 5-જી નેટવર્ક માટે 3 લાખ રેડિયો યુનિટ લગાવશે. જે વિસ્તારોમાં એરટેલનું નેટવર્ક નબળું છે તે વિસ્તારોમાં નોકિયા નેટવર્કને મજબૂત બનાવવામાં એરટેલની મદદ કરશે.