ચીનથી ખાલી ભારત જ નહિ પરંતુ ઘણા મોટા દેશ પણ તેની સાથે વ્યવહાર તોડી રહ્યો છે,ત્યારે બ્રિટનની સરકારે 5G વાયરલેસ નેટવર્ક ડેવલોપ કરવા માટે જાપાનની પાસે મદદ માંગી છે. અગાઉ હુવાવે યુકેમાં 5G નેટવર્ક વિકસાવી રહી હતી. બ્રિટને થોડા સમય પહેલા જ ચીનની હુવાવે પર પ્રતિબંધ લગાવ્યો છે.
તેની સાથે આ પહેલા આ પહેલા અમેરિકાએ પણ હુવાવે પર પ્રતિબંધ લગાવ્યો હતો. યુ.એસ. અને ચીન વચ્ચે ઘણા સમયથી ટેક્નોલોજી અને સિક્યોરિટીને લઈને તણાવ ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં, બ્રિટીશ અધિકારીઓએ જાપાની અધિકારીઓ સાથે બેઠક કરી. ટોક્યોમાં બંને પક્ષોની બેઠક થઈ.
આપને જાણાવી દઇએ કે આ અગાઉ બ્રિટને ચાઇનાના હુવાવેથી અંતર રાખીને 2027 સુધીમાં તેના 5G નેટવર્કમાંથી હુવાવે ઉપકરણોને દૂર કરવાની જાહેરાત કરી દીધી છે. બ્રિટને થોડા સમય પહેલા યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.
અમેરિકાએ પણ ચીનની હુવાવે પર પ્રતિબંધ મૂક્યો છે. યુએસ અને ચીન વચ્ચે ઘણા સમયથી તંગદિલી છે. હુવાવે પર પ્રતિબંધ બાદ, કંપની કોઈપણ ગુગલ સેવાનો ઉપયોગ કરી શકશે નહીં.
મહત્વનું છે કે આ અગાઉ ભારતે ચીનની 59 એપ્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તેમાં ખૂબ જ લોકપ્રિય ટિકટોક એપ્લિકેશન શામેલ છે. ટિકટોક ઉપરાંત તેમાં યુસી બ્રાઉઝર, હેલો, વિગો, શેર ઇટ જેવી ઘણી એપ્સ શામેલ છે. જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી છે.