વોટ્સએપને લઈને અનેકવાર આપણે સાંભળીએ છીએ કે નવું ફીચર અપડેટ આવ્યું છે પરંતુ જ્યારે આપણે જાતે ચેક કરીએ છીએ તો આપણને તે અપડેટ મળતું નથી. આવું એટલા માટે થાય છે કારણ કે સૌથી પહેલા ફીચર્સ બીટા ટેસ્ટિંગ માટે આવે છે, ત્યારબાદ તેને સ્ટેબલ વર્જન માટે રજૂ કરવામાં આવે છે. આ પ્રકારના મામલામાં આપણને જાણકારી મળે છે કે ફીચર હજુ ટેસ્ટિંગ ફૅઝમાં છે અને આ અપડેટને તમામ યૂઝર માટે ઉપલબ્ધ નથી કરવામાં આવતું.
ઉદાહરણ તરીકે, વોટ્સએપમાં પહેલા માત્ર ગ્રુપ કોલિંગમાં 4 લોકો જોડી શકાતા હતા, હવે વોટ્સએપ પર ગ્રુપમાં 8 લોકો એક સાથે વાત કરી શકશે. આ નવું અપડેટ iOS માટે તો રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એન્ડ્રોઇડના બીટા માટે છે. તો એાવમાં માત્ર એન્ડ્રોઇડના બીટા યૂઝર માટે જ છે.
પરંતુ શું તમને જાણ છે કે તમામ યૂઝર્સ માટે સ્ટેબલ અપડેટ ઉપલબ્ધ થયા વગર જ વોટ્સએપના નવા ફીચર્સનો ઉપયોગ સૌથી પહેલા કરી શકાય છે…
તેના માટે આપને beta વર્જન ડાઉનલોડ કરવું પડશે. જો તમે WhatsApp beta વર્જન ડાઉનલોડ કરવા માંગો છો તો આપને આપના ઇન્ટરનેટ બ્રાઉઝરથી Sign up કરી ડાઉનલોડ કરી શકો છો. ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે તમે ટેસ્ટર બની શકો છો. રજિસ્ટ્રેશનના થોડા કલાક બાદ આપને ડાઉનલોડ લિંક મળી જશે.આ ઉપરાંત, તમે પોતાના એન્ડ્રોઇડ ફોનથી WhatsApp beta વર્જન ડાઉનલોડ કરી શકો છો.
તેના માટે તમારે Google Play Store પર જઈને વોટ્સએપને સર્ચ કરો અને Become a Beta Tester સેક્શનમાં જઈને Im In બટન પર ટેપ કરો અને Join પર ક્લિક કરો. આવું કર્યા બાદ આપનું Whatsapp બીટા વર્જન અપડેટ થઈ જશે.