આજના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના ઉપયોગનો વધારો થતાંની સાથે જ લોકોની પ્રાઈવાસી સામે સવાલ ઊભા થાય છે. ત્યારે WhatsAppએ લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ પર ઘણા લોકોની પર્સનલ ચેટ્સ પણ હોય છે. પરંતુ જ્યારે તમે કોઈને ફોન આપો છો તો તમે ઈચ્છતા નથી કે તમે તેની પર્સનલ ચેટને જોવો. એવામાં તમે તેને વોટ્સએપ પર હાઈડ કરી શકો છો.
આ ઉપરાંત તમે બિન ઉપયોગી ચેટ્સને પણ હાઇડ કરી શકો છો. જેનાથી એપની હોમસ્ક્રીન પર તમને આવા ચેટ્સ દેખાશે નહીં. જેના માટે તમારે Archived Chats ફોલ્ડર ફીચરનો ઉપયોગ કરવો પડશે. Archived Chatsમાં નવા મેસેજ આવ્યાં બાદ પણ આ ચેટની મેન લિસ્ટમાં દેખાશે નહીં. વોટ્સએપની મેન યાદીમાં આ Archived Chats ત્યારે દેખાશે જ્યારે તમે તેને મેન્યુઅલી અનઅર્કાઈવ કરશો. આ ફીચરને કંપનીએ થોડા સમય પહેલા જાહેર કર્યુ હતુ. પહેલા Archived Chats માં નવો મેસેજ આવતા ચેટ મેન યાદીમાં આવી જતુ હતુ.
ત્યારબાદ તમારે સેટિંગમાં જવુ પડશે. પછી તમારે ચેટ્સ પર ટેપ કરવુ પડશે. અહીંથી તમારે ચેટ હિસ્ટ્રીમાં જવુ પડશે. ચેટ હિસ્ટ્રીમાં ગયા બાદ Archive all chats પર ક્લિક કરી દો. ઉલ્લેખનીય છે કે જો કોઈ તમને Archived ચેટમાં ટેગ કરે છે તો તમને તેનુ નોટિફિકેશન મળશે.
અહીં તમારે વોટ્સએપ ચેટ્સને હાઈડ કરીને આખી રીત સ્ટેપ બાય સ્ટેપ જણાવી રહ્યાં છે. જેના માટે તમારે સૌથી પહેલા મોબાઈલમાં વોટ્સએપને ઓપન કરવુ પડશે. એપ ઓપન થયા બાદ આ ચેટને હોલ્ડ કરીને રાખો. જેને તમે Archived કરવા માંગો છો. ચેટ હોલ્ડ કરીને રાખવાથી તમને ટૉપ બારમાં Archiveનુ એક બટન દેખાશે. આ બટન પર ક્લિક કરીને તમે સિલેક્ટેડ ચેટને અર્કાઈવ કરી શકો છો. તમે દરેક વોટ્સએપ ચેટ્સને પણ Archived કરી શકો છો. જેના માટે ચેટ પર ટેપ કરી તમારે More Options પર જવુ પડશે.