સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની SMSથી ટ્વિટ કરવાની સુવિધા બંધ કરવા પાછળનો ટ્વિટરનો ઉદ્દેશ સિક્યોરિટી વધારવાનું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્વિટરે મેસેજ દ્રારા ટ્વિટ કરવાની સુવિધાને બંધ કરવાની શરૂ કરી દીધું છે. ઘણા દેશોમાં તેને બંધ કરી દેવામાં આવ્યું છે.
એવામાં હવે તેમ એસએમએસ દ્રારા ટ્વિટ કરી શકશો નહીં. તમને જણાવી દઇએ કે ટ્વિટરે જ્યારે 140 કેરેક્ટમાં ટ્વીટ કરવાની સુવિધા આપી હતી. તે દરમિયાન SMS દ્રારા પણ ટ્વિટ કરવાની સુવિધા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ફીચરનો ઉપયોગ ખાસ કરીને યૂઝર્સ કરતા નથીઅને તેન કારણે અનેક પ્રકારની ફરિયાદ પણ આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 માં મેસેજ દ્રારા ટ્વિટ કરવાની સુવિધા ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીનું એકાઉન્ટ હેક થઇ ગયું હતું. તેમના એકાઉન્ટ દ્રારા અપમાનજનક અને નસ્લવાદી ટ્વિટ કરવામાં આવ્યા હતા અને આ પ્રકારના ટ્વિટને રી-ટ્વિટ પણ કરવામાં આવ્યા. આ હેકિંગ બાદ સોશિયલ મીડિયા યૂજર્સને કમજોર પાસવર્ડ માટે ડોર્સીની મજાક પણ ઉડાવવામાં આવી હતી.
માહિતી અનુસાર SMS થી ટ્વિટ કરવાની આ સુવિધાને બંધ કરવા પાછળ ટ્વિટરનો ઉદ્દેશ સિક્યોરિટી વધારવાનું છે. ટ્વિટર ઇચ્છે છે કે યૂજર્સ માત્ર બે જ માધ્યમો ડેસ્કટૉપ અને મોબાઇલ એપથી ટ્વિટ કરે. જેથી તેમના એકાઉન્ટની સિક્યોરિટી અને પ્રાઇવસી યોગ્ય રહે.