સ્માર્ટફોન કંપની વનપ્લસે ચીનમાં પોતાના નવા મિડ રેંજ સ્માર્ટફોન OnePlus Ace 3V ને લોન્ચ કરી દીધો છે. આ ફોન ટુંક સમયમાં અન્ય માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવશે. જો તમે મિડ રેંજમાં સારો ફોન ખરીદવા માંગો છો તો જાણી લો વનપ્લસ નોર્ડ 4 ની કિંમત અને તેના ફિચર્સ વિશે. વનપ્લસ નોર્ડ 4માં કર્વ્ડ એમોલ્ડ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 7 પ્લસ જેન 3 ચિપસેટ, 16 જીબી સુધી રેમ અને 5500 mAh ની બેટરી મળશે.
વનપ્લસ નોર્ડ 4 ની કીંમત
ચીનમાં આ ડિવાઈસને 23,400 રૂપિયાની શરુઆતી કીંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 25 માર્ચથી તેનું વેચાણ શરુ થઈ ચુક્યું છે અને ભારત સહિત વૈશ્વિક બજારમાં ટુંક સમયમાં વનપ્લસ નોર્ડ 4 લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોનને 2 કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં ટાઈટેનિયમ ગ્રે અને મૈજિક પર્પલ સિલ્વર કલર ઓપ્શન છે.
વનપ્લસ નોર્ડ 4 નો કેમેરો અને પ્રોસેસર
OnePlus નોર્ડ 4 માં એક ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 7+ જેન 3 ચિપસેટ છે, જેને 16GB સુધી રેમ અને 512GB સુધીના સ્ટોરેજ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. આ ફોનમાં ડ્યુઅલ કેમેરા છે. જેમાં 50MP મુખ્ય સેંસર અને 8MP અલ્ટ્રા વાઈડ એંગલ લેંસ આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે તેમાં ફ્રંટમાં 16MP નો ફ્રંટ ફેસિંગ કેમેરો છે.