રિલાયન્સ જિયોએ કહ્યુ કે, કંપની એક વીડિયો કોન્ફ્રેંસિંગ એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ એપ જલ્દીથી લોન્ચ કરવામાં આવશે. આ એપને Jio Meet કહેવામાં આવશે અને Reliance Industries ની સાથે મળીને તૈયાર કરવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિયોના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટે કહ્યુ કે, ”JioMeet એક એવુ પ્લેટફોર્મ છે જે અલગ છે અને તમામ ડિવાઇસ તથા તમામ ઑપરેટિંગ સિસ્ટમમાં કામ કરશે.”
આ રિપોર્ટ અનુસાર, કંપની દ્વારા કહેવામાં આવ્યુ છે કે જલ્દીથી લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગૂગલે પોતાના વીડિયો કૉલિંગ પ્લેટફોર્મ Google Meet ને ફ્રી કરી દીધુ છે. આ પહેલા વીડિયો કૉલિંગ માટે રૂપિયા લેવામાં આવતા હતા.
ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની પોતાના વીડિયો કૉલિંગ પ્લેટફોર્મને મજબૂત તથા સરળ બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે. જોકે લૉકડાઉન થયા પછી ZOOM ને કરોડો યૂઝર્સે ડાઉનલોડ કરી દીધી છે. તો બીજી તરફ ફેસબુક અને WhatsApp પણ વીડિયો કૉલિંગ ફિચરમાં બદલાવ કરી રહ્યુ છે. WhatsApp દ્વારા વીડિયો કૉલિંગની લિમિટ વધારવામાં આવી છે જ્યારે મેસેન્જર માટે કંપનીએ રૂમ નામનું ફિચર લોન્ચ કર્યુ છે.