અત્યારે લોક ડાઉનના સમયમાં બિઝનેસ અને એજ્યુકેશન વિભાગના લોકો વીડિયો કોન્ફરસીંગ એપ્સનો ખૂબ ઉપયોગ કરે છે. પણ જ્યારથી ચીનની એપ ઝૂમ ઉપર ડેટા ચોરીનો આરોપ લાગ્યો છે ત્યારથી લોકો હવે ગભરાવા લાગ્યા છે. જો કે હવે આ માટેનો સૌથી વિશ્વસનીય અને સુરક્ષિત માર્ગ ગૂગલે આપ્યો છે. ગૂગલે પોતાનું વીડિયો કોન્ફરન્સીંગ ટૂલ Meetને Gmail સાથે જોડી દીધું છે.
ગૂગલ ના વાઇસ પ્રેસિડેન્ટ જાવીઅર સોલ્ટેરોએ કહ્યું છે કે Meetને Email સાથે જોડવાનું કારણ એ છે કે કોરોના વાયરસ ને લીધે વિશ્વભરમાં લાગેલા લોકડાઉન ને પગલે વીડિયો કોન્ફરન્સ ની ડિમાન્ડ વધી ગઈ છે. Meet અત્યારે ફક્ત શાળાઓ, બિઝનેસીસ અને સરકારી કામકાજ માટે જ ઉપલબ્ધ છે.
કેવી રીતે કરે છે કામ
આ એપના ઘણા બધા ફીચર્સ આ મહિનાના અંત સુધીમાં ઉમેરવામાં આવશે. Meetમાં એક સાથે 16 યુઝર્સ વીડિયો ચેટ કરી શકશે. આ ઉપરાંત આ એપમાં ઓછા પ્રકાશમાં બેઠેલા વ્યક્તિની પણ પિક્ચર ક્વોલિટી સારી આવશે અને પાછળના બેકગ્રાઉન્ડના ઘોંઘાટ, કીબોર્ડ ક્લિકના અવાજને, દરવાજા પછડાવાના અવાજોને શાંત કરી શકવાની ક્ષમતા હશે.
શા કારણે પોપ્યુલર બની રહી છે આ એપ
અત્યારે Meet PC અને મોબાઈલ એપ બંનેમાં ઉપલબ્ધ છે. દરરોજ 20 લાખ નવા યુઝર્સ ઉમેરાઈ રહ્યા છે અને 150 દેશોમાંથી 10 કરોડથી વધુ યુઝર્સ શિક્ષણના હેતુથી જોડાયેલા છે. આ સેવા તદ્દન મફત અને સારી ગુણવત્તામાં આપીને ગૂગલ લોકોનો વિશ્વાસ જીતીને અંતે પોતાના યુઝર્સની સંખ્યા વધારવામાં માંગે છે.