વિશ્વની સૌથી લોકપ્રિય બ્રાન્ડ એપલે પોતાના લેપટોપ સિરીઝમાં નવા બે મોડલ લોન્ચ કર્યા છે. એપલે વર્લ્ડ વાઇડ ડેવલપર્સ કોન્ફરન્સમાં તેની નવી M2 ચિપ સાથે બે લેપટોપ, મેકબુક એર અને મેકબુક પ્રો લોન્ચ કર્યા છે. કંપનીએ વર્ષ 2022માં પ્રથમ સિલિકોન ચિપ M1 લોન્ચ કરી હતી અને તે તેનું અપગ્રેડેડ વર્ઝન છે. આ નવી ચિપથી કોમ્પ્યુટરનું CPU અને GPU પરફોર્મન્સ ઘણું ઝડપી થઇ જશે. ભારતમાં મેકબુકના આ નવા મોડલ આવતાં મહિનાથી ઉપલબ્ધ થશે. ભારતમાં મેકબુક એરની પ્રારંભિક કિંમત 1 લાખ 20 હજાર રૂપિયા અને મેકબુક પ્રોની પ્રારંભિક કિંમત 1 લાખ 30 હજાર રૂપિયા હશે.
એપલે 2020માં પહેલી M1 સિલિકોન ચિપ લોન્ચ કરી હતી. એપલે કહ્યું કે, M2 ચિપસેટ M1 ચિપ કરતાં પણ વધારે પાવરફુલ હશે. મેકબુક એરમાં CPUનું પરફોર્મન્સ 18 ટકા અને GPU પરફોર્મન્સ 35 ટકા વધારે રહેશે. M1 ચિપ કરતાં M2 ચિપનું CPU 1.9 અને GPU 2.3 ગણું ઝડપી હશે.
મેકબુક એર (2022) 13.6 ઇંચની લિક્વિડ રેટિના ડિસ્પ્લેથી સજ્જ હશે. બેઝલને ઘટાડીને તેની ડિસ્પ્લે સાઈઝ પણ વધારવામાં આવી છે. એપલ મેકબુક એર (2022) માં 2TB સુધીનું SSD સ્ટોરેજ અને 24 GB સુધીની રેમ હશે. લેપટોપમાં 1080P કેમેરા હશે, જ્યારે તેના જૂના વર્ઝનમાં તે 720P નો કેમેરો હતો. તેમાં C-ટાઈપ ફાસ્ટ ચાર્જિંગ છે અને એપલ સિંગલ ચાર્જમાં 18 કલાકનો બેટરી બેકઅપ હોવાનો દાવો કરે છે.