ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી પાસે હાલમાં 3.2 લાખ કારના ઓર્ડર પેન્ડિંગ છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હાલમાં મારુતિ સુઝુકી પાસે લગભગ 3.2 લાખ પેન્ડિંગ ઓર્ડર છે, જેમાં બ્રેઝાના 14 હજાર, ફ્રન્ટેક્સના 20 હજાર, જિમ્નીના 10 હજાર, ગ્રાન્ડ વિટારાના 22 હજાર અને ઇન્વિક્ટોના 7 હજાર પેન્ડિંગ ઓર્ડરનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે મારુતિ SUV સેગમેન્ટમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે, તેની Brezza, FrontX, Jimny અને Grand Vitaraને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રાન્ડ વિટારાને માર્કેટમાં લૉન્ચ થયાને માત્ર એક વર્ષ થયું છે અને તે દેશની સૌથી વધુ વેચાતી SUVમાંની એક બની ગઈ છે. તે ઓગસ્ટમાં પાંચમી સૌથી વધુ વેચાતી SUV હતી, જેમાં 11,818 યુનિટ્સ વેચાયા હતા. એટલું જ નહીં, ગ્રાન્ડ વિટારા એક વર્ષથી ઓછા સમયમાં મિડ-એસયુવી સેગમેન્ટમાં 1 લાખના વેચાણનો માઇલસ્ટોન હાંસલ કરનારી સૌથી ઝડપી SUV બની ગઈ છે.
આ અંગે શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ચાર દાયકાથી વધુ સમયથી મારુતિ સુઝુકી ઓટોમોટિવ ઉદ્યોગમાં મોખરે છે. ગયા વર્ષે ગ્રાન્ડ વિટારાના લોન્ચથી નવા યુગની શરૂઆત થઈ, જે દેશભરના SUV પ્રેમીઓને ખરેખર વૈભવી અનુભવ પ્રદાન કરે છે. ગ્રાન્ડ વિટારાએ SUV સેગમેન્ટમાં મારુતિ સુઝુકીની વૃદ્ધિને વેગ આપ્યો. મારુતિ સુઝુકી આજે 22% માર્કેટ શેર સાથે SUV સેગમેન્ટમાં નંબર 1 છે. “તેના લોન્ચ થયાના માત્ર 12 મહિનાની અંદર, ગ્રાન્ડ વિટારાએ એક લાખથી વધુ ગ્રાહકોનો પ્રેમ જીતીને પ્રભાવશાળી સિદ્ધિ હાંસલ કરી છે.”